Aug 20, 2013

SEB દ્વારા લેવાયેલ HTAT-2013 પેપર અને મુકાયેલ પ્રોવિઝનલ આન્સર કી માં ભૂલો

SEB દ્વારા લેવાયેલ HTAT-2013ની પરીક્ષાના પેપર અને પ્રોવિઝનલ આન્સર કી માં ઓછામાં ઓછી ત્રણ 3  ચાર  ભૂલો રહી જવા પામી છે. જે આ પ્રમાણે છે:

There are at least three four mistakes in the HTAT Question paper answer keys put by State Education Board on their website. The are as below:



પ્રશ્ન: એક ઘન સે.મી. બરાબર કેટલા મિલીલીટર?

SEBનો જવાબ: 1000 મિલીલીટર
સાચો જવાબ: 1 મિલીલીટર

સાબિતી માટેની લીંક: https://www.google.co.in/search?q=1+cubic+cm+is+equal+to&aq=0&oq=1+cube+cm+equals+to+&aqs=chrome.1.57j0l3.20828j0&sourceid=chrome&ie=UTF-8#fp=5eadb21071423c57&newwindow=1&psj=1&q=1+cubic+cm+%3D+ml



પ્રશ્ન: 

ઉપરની આકૃતિને  બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ ?
SEBનો જવાબ:  b ટોપ પર અને f ડાબી બાજુ અને d જમણી બાજુ વાળી આકૃતિ 
સાચો જવાબ: આપેલી ચારેય આકૃતિઓ ખોટી છે. b ટોપ પર હોય તો d ડાબી બાજુ અને f  જમણી બાજુ આવશે.



પ્રશ્ન: મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
SEBનો જવાબ: હરિયાણા
સાચો જવાબ:પંજાબ

સાબિતી માટેની લીંક: (1) http://en.wikipedia.org/wiki/Navneet_Kaur_Dhillon
(2) http://beautypageants.indiatimes.com/photoshow/18497435.cms?curpg=11
(3) http://beautypageants.indiatimes.com/archives/Beauty-Queen-truly-reigns/articleshow/21622474.cms
(4) http://www.hindustantimes.com/India-news/NewDelhi/Navneet-Kaur-Dhillon-wins-Miss-India-title/Article1-1031612.aspx


પ્રશ્ન: નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
SEBનો જવાબ: વિંધ્ય 
અમારા અને અમને સંપર્ક કરેલા લોકોના મતે સાચો જવાબ: સાતપુડા

આ વેબસાઈટના એક વાચક મિત્ર અંકિત શાહ એ અમને ધોરણ 7 ના સેમેસ્ટર 2ના ગુજરાતી પાઠ્યપુસ્તક પરથી વિંધ્ય સાચો જવાબ છે એના પ્રમાણ તરીકે નીચેની image ફાઈલ મોકલી છે:

અને પછી નીચે પ્રમાણે નકશો પણ મોકલ્યો છે:
Narmada Satpuda location
www.gujarat-education.gov.in/seb incorrect answer map 

આ સિવાય આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે એનો જવાબ પણ શંકાસ્પદ કહી શકાય:

પ્રશ્ન: આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે?

SEBનો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
સાચો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન

સાબિતી માટે બંને પુરા નામ પર ક્લિક કરો.
આ સિવાય પણ અમુક પ્રશ્નોના જવાબો અંગે થોડી શંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે તમારા પ્રતિભાવો અહી કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.

PS: Here is the link to HTAT Paper Solution 2013 with explanation and official, authentic and reliable links which is being prepared by us right now. અમારા દ્વારા અત્યારે તૈયાર કરવામાં આવી રહેલ  પેપર સોલ્યુશનની લીંક.

UPDATED ON 5/9/2013: અમારા દ્વારા આ પોસ્ટ પર દર્શાવાયેલ ઉપરના ચારેય જવાબોને આજે SEBની વેબસાઈટ પર મુકાયેલ HTAT 2013 Final Answer Key (http://gujarat-education.gov.in/seb/Portal/News/114_1_HTAT_2013_FINAL_ANSWERKEY.pdf) માં માન્ય ગણવામાં આવેલ છે.

2 comments:

  1. નર્મદા અને તાપી નદી દ્રારા સાતપુડા પર્વત ઘેરયેલો છે,

    આધાર તરીકે. બુક્સ . નકશા દર્શન એટલાસ,જ્ઞાનવિજ્ઞાન પ્રકાશન, અમદાવાદ.
    પેજ નંબર-૧૪ ભારત ભૂપ્રુસ્થ


    તેમજ wikipedia sarch. satpuda range







    સાતપુડા પર્વતમાળા
    સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો Satpura Range (सतपुड़ा)
    Range
    Country India
    States Madhya Pradesh, Maharashtra, Chhatisgarh

    Rivers Narmada, Mahanadi, Tapti

    Highest point Dhupgarh
    - elevation ૧,૩૫૦ m (૪,૪૨૯ ft)
    - coordinates ૨૨°૨૭′૨″N ૭૮°૨૨′૧૪″E


    Topographic map of India showing the range


    સાતપુડા પર્વતમાળા એ મધ્ય ભારતમાં આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા પૂર્વી ગુજરાતમાં શરુ થઈ પૂર્વ તરફ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થઈ છત્તીસગઢ સુધી ચાલે છે. આ પર્વતમાળા તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય પર્વતમાળાને સમાંતર છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશને છૂટી પાડે છે. ઉત્તરના ઢોળાવો પરથી વહી નર્મદા નદી વિંધ્ય અને સાતપુડા પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડા પશ્ચિમ છેડાના દક્ષિણ ઢોળાવ પરથી વહી તાપી નદી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડ પર્વતમાળાના મધ્ય અને પૂર્વી ઢોળાવો પરથી વહી ગોદાવરી નદી અને તેની ઉપનદીઓ દક્ષિન ભારતના ઉચ્ચ પ્રદેશોમાં વહે છે. મહા નદી આ પર્વત માળાના પૂર્વી છેડેથી નીકળે છે. ગોદાવરી અને મહા નદી બંગાળના ઉપસાગરને મળે છે. તેના પૂર્વી છેડે સાતપુડા પર્વતમાળા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની તેકરીઓને મળે છે.

    પહેલાના સમયમાં સાતપુડા પર્વતમાળામાં ગાઢ જંગલો આવેલાં હતાં. હવે તો મોટા ભાગના જંગલો નાશ પામ્યાં છે. પણ અમુક જંગલો હજી પણ વિહરમાન છે. આ જંગલો ભારતના અમુક મોટા સ્તનધારી જીવોનું આશ્રય સ્થાન છે જેમકે વાઘ (પાન્થેરા ટીગ્રીસ), ગૌડ (બોસ ગૌરસ), ધોલે (કુઓન એલ્પીનસ), સ્લોથ બીયર (મેલુરસ અર્સીનસ), ચૌસિંઘા (ટેત્રાસીરસ ક્વોડ્રીકોર્નીસ), અને કાળિયર (એન્ટીલોપ કેર્વીકોપ્રા). આ પર્વતમાળાના પશ્ચિમ ભાગ કરતાં પૂર્વી ભાગમાં વધુ વરસાદ પડે છે. આ પર્વતનો પૂર્વ ભાગ અને પૂર્વી ઘાટ મળીને પૂર્વી ક્ષેત્રના ભેજવાળા પાનખરના જંગલો ની પારિસ્થિતિકી ક્ષેત્ર રચે છે. આ પર્વતમાળાનો પશ્ચિમી ભાગ, નર્મદાનો ખીણ પ્રદેશ અને વિંધ્ય પર્વતનો ભાગ મોસમી સુષ્ક પ્રદેશ એ નર્મદા નદીના સુષ્ક પાનખરનઅ જંગલોનો પ્રદેશ રચે છે.
    સાતપુડા વન્ય જીવન અને સુરક્ષિત ક્ષેત્ર[

    નર્મદા અને તાપી એ આ પર્વત માંથી નીકળી બે મુખ્ય નદીઓ છે જે અરબી સમુદ્રને મળે છે. નર્મદા નદી મધ્ય પ્રદેશમાંથી શરૂ થઈ વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેની કોતરમામ્થીએ ઝડપથી વહી ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. તાપી નદી મોટેભાગે ૮૦-૧૬૦ કિમી ના અંતરે લગભગ નર્મદાને સમાંતર ચાલતી મહારાષ્ટ્ર અને ગુજરતમાં વહી ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. કોતરમાંથી વહેતી નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યની ઉત્તર સીમા નો ભાગ બની જાય છે, તેજ પ્રમાણે તાપી નદીની કોતરો મહારાષ્ત્રની ઉત્તરીય સીમાનો બચેલો ભાગ બની જાય છે. આ બંને નદીઓને છૂટો પાડતો ખડકાળ પ્રદેશ એ સાતપુડા પર્વત માળા છે.


    સાતપુડા પર્વતમાળામાં ઘણાં સુરક્ષીત ક્ષેત્રો આવેલા છે જેમ કે યવાલ, અન્બાબારવા, વાન, નર્નાલા, ગુગામાલ, મેલઘાટ, પેન્ચ (મહારાષ્ટ્ર), પેન્ચ (મધ્ય પ્રદેશ), કાન્હા, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, પંચમઢી અને બોરી.
    પ્રવાસ
    તોરણમાલ - મહારાષ્ટ્રામાં આવેલ આ ગિરિમથક સાતપુડા પર્વતમાળામાં આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે ઘણાં શ્રદ્ધાળુઓ અહીંના ગોરખનાથ મંદિરના દર્શને આવે છે. તે દિવસે અહીં નંદુરબાર જિલ્લાના સ્થાનીય લોકો જ નહીં પણ ઠેઠ ગુજરાત અને મધ્ય પ્રદેશથી પણ જાત્રાળુઓ ઉઘડા પગે આવે છે. શાહદા થઈને તોરણમાલ સુધી પહોંચી શકાય છે.

    પંચમઢી - આ ગિરીમથક મધ્ય પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસ વિવિધ પ્રકારના જંગલ ને પ્રાણીઓનો વસવાટ હોઈ તે એક રોમંચક પ્રવાસી મથક બન્યું છે. નદીઓ , શિખરો, પર્વતીય ભૂમિ આદિને કારને તે એક આદર્શ પર્વતારોહી, માછીમારી જેવી ક્રિયા માટે પ્રખ્યાત સ્થળ છે. આ સાથે અહીંથી ધૂપગઢ . જંબૂદ્વીપ, બી ફોલ વગેરે પણ બાજુમાં છે.



    ReplyDelete
    Replies
    1. Thanks Rameshbhai for the links and description :-)

      Even we have always thought that Satpuda is the right answer to that question and NOT Vindhya. We posted Satpuda as the answer before the provision keys were out.

      I am updating the post and adding this into the list of questions with incorrect answers :-)

      Delete