Showing posts with label HTAT Paper Solution. Show all posts
Showing posts with label HTAT Paper Solution. Show all posts

Aug 20, 2013

SEB દ્વારા લેવાયેલ HTAT-2013 પેપર અને મુકાયેલ પ્રોવિઝનલ આન્સર કી માં ભૂલો

SEB દ્વારા લેવાયેલ HTAT-2013ની પરીક્ષાના પેપર અને પ્રોવિઝનલ આન્સર કી માં ઓછામાં ઓછી ત્રણ 3  ચાર  ભૂલો રહી જવા પામી છે. જે આ પ્રમાણે છે:

There are at least three four mistakes in the HTAT Question paper answer keys put by State Education Board on their website. The are as below:



પ્રશ્ન: એક ઘન સે.મી. બરાબર કેટલા મિલીલીટર?

SEBનો જવાબ: 1000 મિલીલીટર
સાચો જવાબ: 1 મિલીલીટર

સાબિતી માટેની લીંક: https://www.google.co.in/search?q=1+cubic+cm+is+equal+to&aq=0&oq=1+cube+cm+equals+to+&aqs=chrome.1.57j0l3.20828j0&sourceid=chrome&ie=UTF-8#fp=5eadb21071423c57&newwindow=1&psj=1&q=1+cubic+cm+%3D+ml



પ્રશ્ન: 

ઉપરની આકૃતિને  બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ ?
SEBનો જવાબ:  b ટોપ પર અને f ડાબી બાજુ અને d જમણી બાજુ વાળી આકૃતિ 
સાચો જવાબ: આપેલી ચારેય આકૃતિઓ ખોટી છે. b ટોપ પર હોય તો d ડાબી બાજુ અને f  જમણી બાજુ આવશે.



પ્રશ્ન: મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
SEBનો જવાબ: હરિયાણા
સાચો જવાબ:પંજાબ

સાબિતી માટેની લીંક: (1) http://en.wikipedia.org/wiki/Navneet_Kaur_Dhillon
(2) http://beautypageants.indiatimes.com/photoshow/18497435.cms?curpg=11
(3) http://beautypageants.indiatimes.com/archives/Beauty-Queen-truly-reigns/articleshow/21622474.cms
(4) http://www.hindustantimes.com/India-news/NewDelhi/Navneet-Kaur-Dhillon-wins-Miss-India-title/Article1-1031612.aspx


પ્રશ્ન: નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
SEBનો જવાબ: વિંધ્ય 
અમારા અને અમને સંપર્ક કરેલા લોકોના મતે સાચો જવાબ: સાતપુડા

આ વેબસાઈટના એક વાચક મિત્ર અંકિત શાહ એ અમને ધોરણ 7 ના સેમેસ્ટર 2ના ગુજરાતી પાઠ્યપુસ્તક પરથી વિંધ્ય સાચો જવાબ છે એના પ્રમાણ તરીકે નીચેની image ફાઈલ મોકલી છે:

અને પછી નીચે પ્રમાણે નકશો પણ મોકલ્યો છે:
Narmada Satpuda location
www.gujarat-education.gov.in/seb incorrect answer map 

આ સિવાય આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે એનો જવાબ પણ શંકાસ્પદ કહી શકાય:

પ્રશ્ન: આઈ.આઈ.ટી.ઈ. નું પૂરું નામ શું છે?

SEBનો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
સાચો જવાબ:  ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનીકલ એજ્યુકેશન

સાબિતી માટે બંને પુરા નામ પર ક્લિક કરો.
આ સિવાય પણ અમુક પ્રશ્નોના જવાબો અંગે થોડી શંકાઓ સેવાઈ રહી છે. આ બાબતે તમારા પ્રતિભાવો અહી કોમેન્ટ્સ દ્વારા દર્શાવી શકો છો.

PS: Here is the link to HTAT Paper Solution 2013 with explanation and official, authentic and reliable links which is being prepared by us right now. અમારા દ્વારા અત્યારે તૈયાર કરવામાં આવી રહેલ  પેપર સોલ્યુશનની લીંક.

UPDATED ON 5/9/2013: અમારા દ્વારા આ પોસ્ટ પર દર્શાવાયેલ ઉપરના ચારેય જવાબોને આજે SEBની વેબસાઈટ પર મુકાયેલ HTAT 2013 Final Answer Key (http://gujarat-education.gov.in/seb/Portal/News/114_1_HTAT_2013_FINAL_ANSWERKEY.pdf) માં માન્ય ગણવામાં આવેલ છે.

Aug 18, 2013

HTAT Paper solution 2013

If you are looking for HTAT paper solution 2012, click here.

We are posting HTAT Paper Solution for HTAT 2013. The Head Teacher Aptitude Test (HTAT) 2013 was conducted on 18/8/2013. We are trying to post all the answer keys with explanation whenever needed, especially in cases of Quants and Reasoning related questions. We will also link to relevant authentic sources while posting answers to GK questions and others. You can give your feedback regarding this HTAT paper solution 2013 or any of the answers in this paper solution in the comments. Please don't copy/reproduce this post anywhere else in PDF or any format without our explicit permission.

અમે HTAT 2013નું પેપર સોલ્યુશન મૂકી રહ્યા છીએ. અમે ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોના જવાબો પુરતી સમજુતી સાથે તેમ જનરલ નોલેજ (General Knowledge) વગેરે પશ્નોના જવાબો શક્ય હોય ત્યાં સુધી આધારભૂત લીંક સાથે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. પેપર સોલ્યુશન કે કોઈ પણ જવાબ અંગેનો કોઈ પણ પ્રતિભાવ તમે આ પોસ્ટ પર કોમેન્ટ્સ દ્વારા આપી શકો છો. અમારી પરવાનગી વગર આ પેપર સોલ્યુશન કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોર્મેટમાં મુકવું નહી.

HTAT Paper Solution 2013 - એચટાટ (HTAT) પેપર સોલ્યુશન 2013

 વિભાગ - 1

(1) રાજ્ય પરીક્ષા બોર્ડ નીચે પૈકી કઈ પરીક્ષાનું આયોજન કરતુ નથી?
જ 

(2) ઇન્સ્યુલીન શું છે?
હોર્મોન

(3) ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે?


(4) વિશ્વમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા?
સિરીમાઓ ભંડારનાયકે

(5) એક શિક્ષિકા છે જે પોતાના પતિ પર ઘરે ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થીઓ સાથેનું તેનું વર્તન ઉદ્ધતાઈભરેલું હોય છે.
જ ઉદાત્તીકરણ (અમારા મતે)

(6) શિક્ષક સમર્થન જૂથ, પીઅર લર્નિંગ, માઈલ સ્ટોન, સ્વ અધ્યયન જૂથ આ નીચે પૈકી કયા કાર્યક્રમને લાગુ પડે છે?
જ પ્રજ્ઞા પ્રોજેક્ટ

(7) સંકલ્પ્નાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે?
જ બૌધિક વિકાસ

(8) "ગુજરાત રાજ્યમાં  શાળાઓમાં કાર્યરત શિક્ષક/શિક્ષિકાઓ તથા સંચાલકો દ્વારા અત્યાર સુધી થયેલા નવાચારો/ઇનોવેશનનું દસ્તાવેજીકરણ કરીને સંગ્રહ  કરવો, કરવો." - આ કામ થયેલ કરાર મુજબ કઈ સંસ્થા કરે છે?


(9) યુનો દ્વારા વર્ષ 2013 ને અંતરરાષ્ટ્રીય ક્વિનોઆ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ક્વિનોઆ શું છે?
એક અનાજ

(10) માતા અને દીકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા, માતાએ તેના ભાઈને રાખડી બાંધી, દીકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે?
જ મામા - ભાણેજ

(11) તિજોરી કચેરી (ટ્રેજરી ઓફીસ) અને ઉપાડ અધિકારી વચ્ચેની નાણાકીય કામગીરીની ઓનલાઈન સીસ્ટમ કઈ છે?
જ IFMS

(12) પ્રાથમિક શાળાઓના સંદર્ભે BRC --> CRC વ્યવસ્થા છે. માધ્યમિક શાળાઓના સંદર્ભે SVS --> ............ છે.
જ QDC

(13) નિરંતર શિક્ષણની સંકલ્પના નો ઉદભવ ક્યાંથી થયો હતો?
અમેરિકા 

(14) એક ટેબલ પર પાંચ પુસ્તકો છે.  ગણિત અને હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકો ની ઉપર છે પરંતુ વિજ્ઞાનના પુસ્તકની નીચે છે. ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતીના પુસ્તકની નીચે છે જયારે હિન્દીના
પુસ્તકની ઉપર છે તો સૌથી ઉપર,વચ્ચે અને નીચે કયા પુસ્તકો હશે?
જ ગુજરાતી, ગણિત, અંગ્રેજી

(15) "મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહિ એટલે ઓછા ગુણ આવ્યા" - આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે?


(16) ITBPF નું પૂરું નામ કયું?
ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ

(17) ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ કયો છે?
ધોરી માર્ગ 7 : વારાણસીથી કન્યાકુમારી

(18) પ્રખરતાશોધ ધોરણ-9 ની પરીક્ષામાં કયા વિષયનો સમાવેશ થતો નથી?


(19) નીચેના ચાર ધામોને પૂર્વથી પશ્ચિમની દિશામાં ક્રમશ: ગોઠવો
       (1) કેદારનાથ (2) બદ્રીનાથ (3) ગંગોત્રી (4) યમનોત્રી
જ  2-1-3-4

(20) આઈ. આઈ. ટી. ઈ. નું પૂરું નામ શું છે?
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન

(21) લીલાવતી ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે?
ગણિત

(22) પુર અન્વયે જન સમુદાયને પુર આવ્યા પહેલા તકેદારી માટે કઈ બાબત સુસંગત નથી?
જ જો તરતા ન આવડતું હોય તો પણ પાણીમાં જઈ લોકોને-પશુઓને બચાવવા.

(23) અભીક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે?


(24) RIMC (રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કૉલેજ) માટે નીચે પૈકી કયું ખોટું છે?
ગુજરાત રાજ્ય માટે 5 બેઠકો ફાળવેલ છે. (1 બેઠક જ ફાળવેલ છે)

(25) "અધોગતિનું મૂળ: વર્ણવ્યવસ્થા" તથા "શિવાજીની શોર્યગાથા" પુસ્તકોના સર્જક કોણ છે?
સ્વામી સચ્ચિદાનંદ

(26) પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા કેન્દ્રીયકૃત પસંદગી સમિતિમાં કોનો સમાવેશ થતો નથી?
જ નિયામકશ્રી જી. સી. ઈ. આર. ટી.

(27) બોલેલા શબ્દોને ટાઈપમાં લખવાના યંત્રને શું કહે છે?
ડિકટાફોન

(28) જ્હોન ડ્યુઈ ની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ?
જ પ્રોજેક્ટ પદ્ધતિ

(29) મિસ ઇન્ડિયા - 2013 નો ખિતાબ જીતનાર નવનીત કૌર કયા રાજ્યની છે?
જ પંજાબ

(30) .......... એટલે સમષ્ટિના અમુક એકમનો ભાગ.
જ નિદર્શ  (અમારા મતે)

(31) નીચે પૈકી કઈ ક્રિયા માટે ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત રહેતી નથી?
જ SMS

(32) RTE (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ - 2009) સંદર્ભે નીચે પૈકી શું સાચું છે?
કુલ પ્રકરણ 7, કલમો - 38

(33) NTSE અને NMMS ની રાષ્ટ્રીય સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવો જોઈએ?
NTSE માટે ધો. - 10, NMMS માટે ધો. - 8

(34) નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
સાતપુડા

(35) 'સસલીબેને સેવ બનાવી સસલો જમવા બેઠો' - આ ગીતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો?
જ સાત વારના નામ

(36) ધોરણ - 6 થી 8 ના પાઠ્યપુસ્તકોનું નિર્માણ કઈ સંસ્થા કરે છે?
જ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

(37) 100 મીટરની લંબાઈના ચોરસ પ્લોટની કિંમત રૂ। 1,00,000 હોય તો તેમાંથી 50 મીટરની લંબાઈનો ચોરસ પ્લોટ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે?
જ 25,000 (સમજુતી:100 મીટરની લંબાઈના પ્લોટનું ક્ષેત્રફળ = 100x100=10,000 ચોરસ મીટર. હવે 10,000 ચોરસ મીટરના પ્લોટની કિંમત રૂ. 1,00,000 હોય એટલે એક ચોરસ મીટરના રૂ. 10 થાય. 50 મીટરના  ક્ષેત્રફળ 50x50=2,500 ચોરસ મીટર થાય એટલે એની કિંમત 2,500 x 10 = 25,000 રૂ.)

(38) ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકની ગુણવત્તા તથા વહીવટને સુચારુ બનાવવા તાજેતરમાં કયો ઉત્તમ નિર્ણય જાહેર કર્યો છે?
જ તાલુકા કક્ષાએ તાલુકા કેળવણી નિરીક્ષકની  જગ્યા હવે તાલુકા શિક્ષણાધિકારી વર્ગ-2 ની થશે.

(39) વર્ષ 1905માં .........  અને ......... એ બુદ્ધિકસોટીની રચના કરી.
આલ્ફ્રેડ બિને ,થીયોડોર સાયમન

(40) ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે.
વી. એસ. સંપત

(41) નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું સંચાલન રાજ્યકક્ષાએ કઈ કચેરી તરફથી થાય છે?
જ. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

(42) ટાઈટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું?
એટલાન્ટિક મહાસાગર

(43) RTE ની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે?
કલમ 17

(44) ઉપરની આકૃતિને બોક્સના સ્વરૂપમાં વાળવામાં આવે તો નીચેનામાંથી કેવી આકૃતિ બનશે?
જ જવાબમાં આપેલી એક પણ આકૃતિ સાચી નથી (http://gujarat-education.gov.in/seb પર મુકાયેલ HTAT Paper provision answer keys માં ભૂલ વાળા પ્રશ્નો/જવાબોની પોસ્ટ અહી જુઓ)

(45) ફ્લેમિંગો  પક્ષીને ગુજરાતમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જ સુરખાબ

(46) " હું કંઈ દારિદ્રયનું સ્તોત્ર ગાવા માંગતો નથી, પણ વૈભવના ઠઠારા કરતા સાદાઈનું મૂલ્ય વધારે છે." આ વિધાન કોનું છે?


(47)


(48) મનોવલણ ......... હોય છે.
જ કાયમી

(49) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
ચક્રવર્તી રાજગોપાલાચારી

(50) પ્રજ્ઞા પ્રોજેક્ટ અંતર્ગત એક યુનિટ દીઠ ધો. 1 થી 4 ધોરણની સપ્તરંગી પ્રવૃત્તિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે?


(51) ગુજરાતના શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે નીચે પૈકી કયો કાર્યક્રમ અમલમાં છે?
એન. પી. ઈ. જી. ઈ. એલ.

(52) ફ્રોઈડ પ્રક્ષેપણને એક ......... તરીકે ગણે છે.
બચાવપ્રયુક્તિ

(53) દર્શાવેલ આકૃતિમાં કયા બે અંકો અદલ બદલ કરવામાં આવે તો તેના આડા-ઉભા અને ત્રાંસા ખાનાઓનો સરવાળા સરખા થાય?
જ 5, 6

(54) RTE એક્ટ 2009 મુજબ શિક્ષક માટે અઠવાડિયા દીઠ કામકાજના ઓછામાં ઓછા (તૈયારી સહિતના) કેટલા કલાક નિયત થયેલ છે?
જ 45

(55) ઘરશાળા સંસ્થા-ભાવનગર સાથે ક્યાં કેળવણીકારનું નામ સંકળાયેલુ છે?
હરભાઈ ત્રિવેદી

(56) ડેટમ ગ્રાન્ટ એટલે શું?
જ રોજબરોજના કન્ટીજન્સી ગ્રાન્ટ

(57) ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત ક્યાં ધોરણથી થાય છે?
જ ધોરણ-6

(58)RMSA ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે?
જ માધ્યમિક

(59) વાંચનશિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ લાભદાયી છે?
જ શબ્દપદ્ધતિ

(60) ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં પ્રારંભિક મેચ તારીખ 25 જાન્યુઆરી 2012 ના રોજ હતી અને તેની ફાઈનલ મેચ 3 માર્ચ ના રોજ હતી, તો ટુર્નામેન્ટ કુલ કેટલા દિવસ ચાલી હશે?
જ 39

(61) ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
જ ચક્રવર્તી રાજગોપાલાચારી

(62) "લીંબુ મીઠા" અને "દ્રાક્ષ ખાટી" આ બચાવ પ્રયુક્તિને ..........કહેવામાં આવે છે.
જ યૌક્તીકીકરણ

(63) પૂરી ક્યાં રાજ્યનું પ્રસિદ્ધ તીર્થ છે?
જ. ઓરિસ્સા

(64) સાહસ શોર્ય, તબીબી અને સેવા/ જાહેર સુખાકારી ક્ષેત્રે કોઈપણ પ્રકારનો બદલો કે વળતર મેળવવાની આશા રાખ્યા વિના માત્ર માનવ સેવાના ઉદ્દેશથી નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા વ્યક્તિને અવોર્ડ માટે અરજી ફોર્મ જીલ્લાની કઈ કચેરીએથી પ્રાપ્ત થાય છે?
જ જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી

(65) ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ પ્રયોજાય છે?
જ આગમન નિગમન

 વિભાગ -2

(76) સ્નેલનો નિયમ શાના માટે છે?
જ પ્રકાશનું વક્રીભવન 

(77) જંતુનાશક દવાઓ, વાર્નિશ, કાચ ,છાપકામ વગેરે ઉદ્યોગમાં કયું ખનીજ  વપરાય છે?
જ મેંગેનીઝ 

(78) "બોલે તેના બોર વેચાય" ની સમાનર્થી કહેવત કઈ છે?
જ માગ્યા વિના મા પણ ન પીરસે 

(79) સાચી જોડણી કઈ છે?
જ ઉર્ધ્વગામી 

(80) ' કરેંગે યા મરેંગે' સુત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
જ હિંદ છોડો 

(81) Give the plural form of 'leaf'
જ leaves

(82) હિન્દ મહાસાગરનો સૌથી મોટો  દ્વીપ કયો?
મડાગાસ્કર 

(83) I saw a man and a woman in AGORA MALL yesterday. ..............man was fat and short.The woman was slim and tall.
જ the

(84) વિરમભાઇ 12 દિવસમાં એક ખાડો ખોદે છે રમેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસમા ખોદે છે તો બંને ને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?
જ 24 દિવસ

(85) વોલીબોલમાં અવેજીની સંખ્યા કેટલી હોય છે?
જ 6

(86) નીચેનામાંથી ક્યુ કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે?
ટીટાઘર

(87) 'દાણાદાર' માટે અંગ્રેજીમાં નીચે પૈકી કયો શબ્દ પસંદ કરી શકાય?
જ granular

(88) Choose  the past participle of 'to go'
જ gone

(89) He has been playing.............tea break.
જ since

(90) 'ગલ્લાં તલ્લાં ' કેવો શબ્દ છે?
જ દ્વીરુક્ત

(91) બાળકોનું આ કામ મારે અવશ્ય કરી આપવું પડશે આ વાક્યમાં 'અવશ્ય' કયું વિશેષણ છે?
જ અભિગમવાચક  ક્રિયાવિશેષણ

(92) 'ચા' ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે આવે આવે છે?
જ પ્રથમ

(93) ભારતના બંધારણ વિષે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
જ બંધારણમાં રશિયા અને બ્રિટનના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી છે.

(94) બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે?
જ યીસ્ટ

(95) ભારતમાં સૌપ્રથમ રેલ્વે ઈ.સ.1853 માં ક્યા વિસ્તારમાં શરુ થઇ હતી?
જ મુંબઈ થી થાણા

(96) HTAT પરીક્ષામા વાચશો તો પાસ થશો.-વાક્યમાં 'તો' શું છે?
જ નિપાત

(97) જગવિખ્યાત ચિત્ર 'મોનાલીસા' ના ચિત્રકાર કોણ છે?
જ લિયોનાર્ડો ડા  વિન્સી

(98) નીચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે?
જ પાણિ

(99) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે?
જમણા કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે 

(100) Sit here.......... I come back.
જ until

(101) મૃગ તરજુથ ક્યાં સમયગાળા દરમિયાન આકાશમાં દેખાય છે?
જ ડિસેમ્બરથી ફેબ્રુઆરી

(102) એક સંખ્યા 123A456 ને 11 વડે નિઃશેષ ભાગી  શકાય છે તો A ની કિંમત કેટલી હશે?
જ 8 (Rules of divisibility)

(103) ઇલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરીંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
જ  લેડ-ટીન

(104) 'શ' का उच्चारण ……… है|
 જ तालव्य

(105) એક નળાકારનું ઘનફળ મહત્તમ વધારવા કોઈપણ એક માપમાં એક એકમ ઉમેરવાનો હોય તો તે માટે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ ત્રિજયામાં એક એકમ ઉમેરવો જોઈએ [કારણ કે નળાકારનું ઘનફળ શોધવાનું સુત્ર πr2h છે જેમાં ત્રિજ્યા (r) અને ઉંચાઈ (ધ) એમ 2 એકમ છે પણ ત્રિજ્યાનો વર્ગ થાય છે]

(106) આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય ક્યુ છે?
(अ) सुधा वृक्षाय जलं ददाति |
(ब) सुधा जलेन वृक्षं सिज्यनि |

જ (अ) અને (ब) બંને વાક્યો સાચા છે.

(107) અંતર્ગોળ લેન્સની  લંબાઈ 20 સે.મી. છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે મુકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. દુર રચાય?
જ 20 સે.મી.

(108)  "એક જ દે ચિનગારી"-પ્રાર્થનાની રચના કોણે કરી છે?
જ હરિહર પ્રાણશંકર ભટ્ટ

(109) પ્રકાશવર્ષ એટલે?
જ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલ અંતર

(110) I found my lost mobile phone when i ........... in the staff room. 
જ was entering

(111) 'બેરી બેરી' ક્યા વિટામીનની ઉણપથી થાય છે?
જ બી

(112) विपन्न शब्द का अर्थ -
 જ संकटग्रस्त

(113) Identify the assertive sentence.
જ The flowers are very colourful.

(114) 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે?
જ 0.0125

(115) ભાગાકારની ક્રિયામાં શેષ અંગે સાચું શું?
જ શેષ હંમેશા ભાજક કરતા નાની હોય

(116) એક વાહન 45 કિ.મી./કલાક અને બીજું વાહન 50 કિ.મી./કલાકની જડપે એકજ દિશામાં  જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે?
જ 240 કિ.મી.

(117) માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાના લખાણની કોઈ એક લાઈન ને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઈન કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય?
જ કંટ્રોલ બી, કંટ્રોલ યુ

(118) કબડ્ડીના મેદાનનું માપ કેટલું હોય છે?
જ 12.5 મીટર લાંબુ અને 10 મીટર પહોળું

(119) ગુપ્તવંશમાં થઇ ગયેલ પ્રખર ગણિતશાસ્ત્રીનું નામ શું હતું?
જ આર્યભટ્ટ

(120) કોઈ એક રકમનું 10% લેખે 2 વર્ષના સદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત રૂ.4 હોય તો તે રકમ કઈ હશે?
જ 400

(121)  Choose the correct sentence.
જ The shadow follows the child everywhere.

(122) આજે એક તજજ્ઞ આવ્યા હતા. ........... કહ્યું કે બાળકો .......... છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ...........
જતન કરવાનું છે.
જ તેમણે, કુમળા, તેમનું

(123) ઓર્ડર ચેક અંગે સાચું શું?
જ આ ચેક બેરર ચેક જેવો છે.

(124) માતાની ઉમર પુત્રની ઉમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધુ છે, પિતાની ઉમર માતાની ઉંમર કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 6 વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી હશે?
જ 30 વર્ષ

(125) अनुलेखन का मुख्य उद्देश्य क्या है?
જ वर्णसुधार

(126) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ...................
જ પરિક્રમણ  ગતિ

(127) 1 ગ્રોસ=............ ડજન =............. નંગ
જ 12,144

(128) ............. 1857 ના વિપ્લવમાં જોડાયેલા ન હતા.
જ હર્ષવર્ધન

(129) નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટીએ સાચો છે?
જ Miscellaneous

(130) Select the combination of numbers so that letters arranged accordingly will form a meaningful word.
G T A E N M
1  2 3 4   5  6 
જ 6 3 1 5 4 2 (MAGNET )
















તા.ક. આ પોસ્ટ પર કામ ચાલુ છે. પૂરું સોલ્યુશન શક્ય એટલું જલ્દી મુકવામાં આવશે.

Click here for HTAT 2012 Paper Solution.

Feb 25, 2012

Gujarat HTAT paper solution 2012

(જો તમે મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨ ની માહિતી અથવા ફોર્મ ભરવા માટેની લીંક શોધી રહ્યા હો તો અહી ક્લિક કરો. - If you are looking for information on Head Teachers Recruitment (bharti) 2012 or its form filling, please click here.)



This HTAT paper solution 2012 post contains paper solution/answer keys to HTAT Question Paper 2012.



HTAT Paper Solution 2012


વિભાગ 


૧. એક ગાડી એક હિલ સ્ટેશન ઉપર ૩૦ કી.મી.ની ઝડપે ચઢે છે. અને પરત ૬૦ કી.મી. ની ઝડપે ઉતરે છે તો ગાડી ની સરેરાશ ઝડપ કેટલી ગણાય?
Ans.40 (Rule: Avg speed = 2ab/(a+b) = 2x30x60/(30+60) = 3600/90 = 40)

૨. 'રાષ્ટ્રીય શિષ્યવૃતિ' ની પરીક્ષા ક્યાં ક્યાં ધોરણોના તબક્કામાં લેવામાં આવે છે?
Ans.ધો. 5 અને 8 ની શરૂઆતમાં 

૩. નીચેના પૈકી કયું વિધાન ડો. એ.પી.જે. અબ્દુલ કલામના જીવન સાથે સુસંગત નથી?

૪. શાળાનું પરિણામ સુધારવા
Ans. નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવાનું કહેશો

૫. બાળકની સાચી સિદ્ધિ જાણી શકાય છે
Ans. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા

૬.એક હરોળ માં પાંચ છોકરી બેઠી છે, માયા રીનાની ડાબી બાજુ છે, દયા રીનાની જમણી બાજુ છે, દયા મીનાની ડાબી બાજુ તથા ઈવા મીનાની જમણી બાજુએ બેઠી છે તો બધાની વચ્ચે કોણ છે?
Ans. મીના

૭. આર.ટી .આઈ. હેઠળ માંગેલ માહિતી થી સંતોષ ના થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય?

૮.નમ્રતા કરતા અમૃતા મોટી છે અને અમૃતા અંજલી કરતા નાની છે તો સૌથી મોટી કોણ હશે?
Ans. અંજલી

૯.R.T.E. અંતર્ગત ધો. ૧ થી ૫ માં ૧૨૨ વિદ્યાર્થીઓ છે તો કેટલા શિક્ષકો મળવા પાત્ર થાય?
Ans. 5

૧૦. આચાર્ય તરીકે હું એવા સહકર્મચારીને પસંદ કરીશ જે
Ans. મહેનત અને નિષ્ઠામાં વધુ વિશ્વાસ રાખતા હોય.

૧૧.. શિક્ષણનીતિ તેમજ નવા પ્રવાહના કાર્ય નું ઘડતર કરવાનું કાર્ય કરેછે.
Ans. શિક્ષણ વિભાગ 

૧૨. R.T.E. અંતર્ગત બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત કઈ કલમ હેઠળ પ્રતિબંધિત છે?
Ans. સેક્શન ૧૭

૧૩. તમિલનાડુ ના કુંબકોનમ ( Kumbakonam) જીલ્લાની ઘટેલી આગની કરુણ ઘટના બાદ નામદાર સુપ્રીમકોર્ટે રીટ પીટીશન સર્વે નંબર : ૪૮૩/૨૦૦૪ માં ૧૩-૦૪-૨૦૦૯ ના રોજ કરેલા આ દેશમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે?
     (૧) તમામ હયાત અને ખાનગી શાળાઓ છ મહિનાની અંદર અગ્નિશમન ઉપકરણો લગાડશે.
     (૨) શાળાના બિલ્ડીંગોને આગ લાગે તેવી અને ઝેરી સામગ્રીથી મુક્ત રાખવા, જો સંગ્રહ અનિવાર્ય હોય તો તેનો સંગ્રહ સલામત રીતે કરવો.
     (૩) શાળાના સ્ટાફ અને બીજા અધિકારીઓને અગ્નીશામન સાધનોનો ઉપયોગ કરવાની જરૂરી તાલીમ આપવી.
     (૪) બહુમજલા શાળા ઈમારતમાં એક કરતા વધારે અને પહોળા દાદરની વ્યવસ્થા કરવી.

૧૪. વીરેન્દ્ર મહિનાના પ્રથમ દિવસે ૨૫૦ રૂપિયા કમાય છે બીજા દિવસે ૨૦૦ રૂપિયા ખર્ચ કરે છે ત્રીજા દિવસે ફરી ૨૫૦ રૂપિયા કમાય છે અને ચોથા દિવસે ૨૦૦ રૂપિયા ખર્ચ કરે છે તો તે સતત આ રીતે કરતો રહે તો મહિનાના કેટલામાં દિવસે તેની પાસે રૂપિયા ૫૦૦ હશે?
Ans. 11


૧૫. ચાર સિંહોની રાષ્ટ્રીય મુદ્રા નીચે દેવનાગરી લીપીમાં લખાયેલ સુત્ર "સત્યમેવ જયતે" શામાંથી લેવામાં આવ્યું છે?
Ans. માંડુંક્ય ઉપનિષદ

૧૬. નિધિ શક્તીકારતા ઉંચી છે પણ બકુલા જેટલી ઉંચી નથી પારુલ હર્ષા કરતા ઉંચી છે પણ શક્તિ જેટલી ઉંચી નથી તો આ બધા માં સૌથી ઊંચું કોણ?
Ans. બકુલા

૧૭. એક ટોપલીમાં ૫ સફરજન નાખવામાં આવ્યા ..........
Ans. ૧૮


૧૮. એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે કે જે
Ans. સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે


૧૯. શાળાના કાર્યક્રમ માં વાલીઓ આવતા નથી તમે શું કરશો?
Ans. ગામમાં જઈ વાલીઓ પાંસેથી કારણ જાણશો

૨૦. RTE અંતર્ગત કોઈપણ વ્યક્તિ શાળાની માન્યતા મેળવ્યા સિવાય શાળા શરુ કરે તો પ્રતિદિન કેટલો દંડ લઇ શકાય?
Ans. 10,000

૨૧. પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવૃત પાંસે કલાકના અંદાજીત કેટલી ગતિ થી પરિભ્રમણ કરે છે?
Ans.1600  કી.મી. 

૨૨. આચાર્ય ના સફળ નેતૃત્વ માટે નીચે પૈકી કયું વિધાન વધુ બંધબેસતું નથી?
Ans. આચાર્ય ની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિમાં પણ કર્મચારી યોગ્ય રીતે કાર્ય કરે.

૨૩. C.P. Ed. સંસ્થાના તાલીમાર્થીઓની વાર્ષિક કસોટી કઈ સંસ્થા દ્વારા લેવામાં__________ આવે છે?
Ans. રાજ્ય પરીક્ષા બોર્ડ

૨૪. આચાર્ય તરીકે તમે ક્યાં શિક્ષકની પીઠ થાબડવાનું પસંદ કરશો?
Ans. જે વિદ્યાર્થીની સમસ્યાને ઓળખી અને તેમને મદદ કરેછે.

૨૫. શિક્ષક તાલીમી સંસ્થાઓનું નિયમન કેન્દ્રની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
Ans. NCERT

26. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે?
Ans. અકીક

૨૭. ભરતનું રાષ્ટ્રીય પંચાંગ ૩, ૫ અને ૭ માં માસ કયો છે?
Ans. જેઠ, શ્રાવણ અને આસો

૨૮. નીચેનામાંથી ક્યાં વર્ગખંડને પ્રભાવશાળી ગણશો?
Ans. જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકેને પ્રશ્નો પૂછતા હોય.

૨૯. એક શાળાના આચાર્યકક્ષમાં ઉપસ્થિત આચાર્ય શ્રીને મળવા હું ગયો ..............
Ans. 12

૩૦.બાળ કેળવણી ક્ષેત્રમાં 'ઘરશાળા ' દક્ષિણામૂર્તિ ના કેળવણીમાં નુતન વિચાર અને પ્રયોગશીલતા આપનાર નામો આપો
Ans. શ્રી હરભાઈ - શ્રી નાનાભાઈ

૩૧. જાહેર માહિતી અધિકારી માહિતી આપવાનીના પડે છે કારણકે
     (A) માહિતી ૨(છ) મુજબના સ્વરૂપમાં નથી.
     (B) માહીતે ૨(જ) પ્રમાણેની નથી.
     (C) માહિતી ૧૦ વર્ષ પહેલાની છે.
     (D) માહિતી મેળવવા સમય લાગે તેમ છે.
Ans. (B)
.
૩૨. એક શિક્ષક શાળામાં ૧ કલાક મોડા પડે છે. મુખ્ય શિક્ષક તરીકે તમે શું કરશો?
Ans. યોગ્ય કારણ હોવાથી ૧/૨ C.L. નો રીપોર્ટ લઇશ.

૩૩. નીચે આપેલા શબ્દોમાની કયો શબ્દ બનાવી શકાય નહિ?
Ans. TEMPER

34. નીચેનામાંથી ક્યાં મહાનુભાવે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરેલ નથી.
Ans. શ્રી સુફિયાન શેખ 

૩૫. શાળા સમય દરમ્યાન શાળામાં ના આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા..........
Ans. વૈકલ્પીક શાળા


૩૬. ઉચ્ચતર પ્રાથમિક શાળા માં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર શું છે?
Ans. 1:35 

૩૭. શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ તુરંત ઉભી થઇ નમસ્કાર કરે છે, અહી ક્યાં પ્રકારનું અધ્યયન થાય છે?
Ans. અભિસંધાન દ્વારા અધ્યયન

૩૮. NCF-2005 માં બાળકના પ્રથમ બે વર્ષના શિક્ષણ ના માધ્યમથી ભાષા તરીકે રાખવા પર ભાર મુક્યો છે તે કઈ ભાષા છે?
Ans. પ્રાદેશિક ભાષા

૩૯. કઈ કચેરી દ્વારા શિષ્ય વૃતિ ની પરીક્ષાઓ લેવામાં આઅવે છે?
Ans. જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી

૪૦. હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી ક્યાં નગરના અવશેષો હાલ ભારતમાં નથી?
Ans.મોહે- જો -દડો

૪૧. 'પોકાર' અભિયાન શા માટે શરુ કરવામાં આવ્યું?
Ans. HIV અંગેની ગેરમાન્યતા દુર કરવા માટે

૪૨. ડો. જીવરાજ મહેતાના જીવન સાથે કઈ બાબત સુસંગત નથી?
Ans. તેમણે ગાંધીનગરમાં ડો. જીવરાજ મહેતા ભવન ની સ્થાપના  કરી


૪૩. અધ્યયનના કઠીન મુદ્દાઓને સરળ બનાવવા માટે.......
Ans. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ


૪૪. ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહ ક્યાં નામે ઓળખાય છે?
Ans. મેઘના પદ્મા ( એ સાચો જવાબ છે)


૪૫. જો કોઈ 36 ઇંચ લાંબી કપડાની પટ્ટી ધોવાથી સંકોચાઈને 33 ઇંચની થઇ જાય છે તો 48 ઇંચની કપડાની
પટ્ટી ધોવાથી કેટલા ઇંચ લાંબી રહે?
Ans. 44 (48 x 33/36)

૪૬. પ્રાથમિક શાળાના આચાર્ય નીચે પૈકી ક્યાં પ્રકારની રજાઓ મંજુર કરવાના અધિકાર ધરાવે છે?
Ans. પરચુરણ રજા


૪૭. વિદ્યાર્થીઓ ને ઉદાહરણ પરથી સંકલ્પના સિદ્ધિ તરફ લઇ જવું એ નીચેનામાંથી શું કહેવાશે?
Ans. ઉદાહરણ કૌશલ્ય


૪૮. પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન માળખાની રચના અને માર્ગદર્શન કઈ સંસ્થા દ્વારા
કરવામાં આવે છે?
Ans. GCERT

૪૯. ક્રિયાત્મક સંશોધન એ...........
Ans. શિક્ષકની વર્ગખંડની રોજ-બ-રોજની સમસ્યાઓનો ઉકેલ આપે છે


સુચના : નીચે આપેલા વૃત્તાલેખ ( પી ડાયગ્રામ ) નો અભ્યાસ કરો અને પ્રશ્ન  50 થી 52 ના જવાબ લખો.


૫૦. આવાસ અને કપડા માટે થતો કુલ ખર્ચ કેટલો છે?
Ans. 37.5


૫૧. શિક્ષણ અને અન્ય માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે?
Ans. 25


૫૨. ભોજન પાચલ થતો ખર્ચ નીચેના પૈકી કોની બરાબર થતા ખર્ચની બરાબર છે?
Ans. શિક્ષણ અને આવાસ

૫૩. બાળકમાં ભય,ક્રોધ અને જાતીયવૃત્તિઓ જેવા આવેગોનું ઉર્ધ્વીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ?
Ans. બાળકને કળા,સાહિત્ય કે રમત ગમત તરફ અભિમુખ કરવો જોઈએ


૫૪. જીલ્લા શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓના શિક્ષકો/ વિદ્યાસહાયકોની બદલીઓ અંગેનો શિક્ષણ વિભાગ ઠરાવ કઈ તારીખ/વર્ષ નો છે?
Ans. તા. 4-6-2004

૫૫ . ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ અને ચારિત્ર્યવાન શિક્ષકો તૈયાર કરવા માટે ઇન્ડિયન ઇન્સ્તીત્યુત ઓફ ટીચર
એજ્યુકેશન (IITE) માં કેટલા સેમીસ્ટરનો અભ્યાસક્રમ છે?
Ans. સેમેસ્ટરનો 

૫૬. આચાર્ય તરીકે તમારી શાળામાં નવા નીમાયેલા શિક્ષક સાથે તમે કેવું વર્તન કરશો?
Ans. માર્ગદર્શક


૫૭. શાળા વ્યવસ્થાપન સમિતિમાં કુલ કેટલા વાલીઓનું પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું છે?
Ans. 9


૫૮. નીચેના પૈકી કયો સમયગાળો કિશોરાવસ્થા ગણાય?
Ans. 15 થી 19


૫૯. RTI ક્યાં વર્ષથી અમલી બનેલ છે?
Ans. 2005

૬૦. માંનોવિજ્ઞાનિક દ્રષ્ટિ એ અધ્યયન- અધ્યાપન પ્રક્રિયા માં કેન્દ્ર સ્થાને છે.
Ans. અધ્યેતા


૬૧. પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારત માં નથી ?
Ans. તક્ષશીલા (હાલ પાકિસ્તાન રાવલપીંડી છે)

૬૨. કમલેશ ભાઈ પોતાના દીકરાને ડોક્ટર જ બનાવવા ઈચ્છે છે તે કઈ બચાવ પ્રયુક્તિ છે?
Ans. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ 


૬૩. નીચેના ચિત્રો પરથી દ્રાક્ષની કિંમત શોધો.
Ans. 7

૬૪. અભીક્રમિક પદ્ધતિ એટલે
Ans. શિક્ષક નિર્દેશિત પદ્ધતિ


૬૫. 51 છોકરાની એક લાઈન માં પાર્થ ડાબી તરફ થી 27 માં સ્થાને છે જયારે હર્ષદ જમણી તરફથી 27 માં સ્થાને છે તો બંનેની વચ્ચે લાઈનમાં કેટલા છોકરા હશે?
Ans. 1


૬૬. RTE અંતર્ગત શિક્ષક માટે અઠવાડિયાના ઓછામાં ઓછા કામકાજના કલાક
Ans. 45

૬૭. ઝાંસીની રાણીનું મૂળ નામ મનુબાઈ હતું નાનપણ માં તે ક્યાં લાડકા નામથી ઓળખાતી હતી?
Ans. છબીલી


૬૮. નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ ક્યાં કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે?
Ans. અનુ સાક્ષરતા 

૬૯. ઈ.સ.2012 ના પ્રજાસતાકદિનની ઉજવણીના રાષ્ટ્રીય સમારોહના મુખ્ય અતિથી કોણ હતા?
Ans. શિનોવાત્રા


૭૦. મૂલ્યાંકન ની પ્રક્રિયામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ હોય છે?
Ans. શિક્ષણ ના હેતુઓ, પરીક્ષા અને ઉપ્ચાત્મક શિક્ષણ


૭૧. મહેશનો બુદ્ધિઆંક શોધવાની પ્રક્રિયામાં તેની માનસિક વય અને શારીરિક વય સરખી આવે છે તો મહેશનો બુદ્ધિઆંક કેટલો થાય?
Ans. 100

૭૨. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ( UNEP) ના સદભાવનાના દૂત તરીકે કોને કામ કરેલ?
Ans. સચિન તેડુલકર


૭૩. ભારતના રાજ્ય બંધારણ ની કલમ નં 45 પ્રમાણે 6 થી14 વર્ષની ઉમરના દેશના તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક કઈ રીતે નિયત કરાયો?
Ans. બંધારણ અમલમાં આવે તે પછીના દસ વર્ષના સમયગાળામાં

૭૪. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર અન્વયે ધોરણ1 થી 5 માટે શિક્ષકો માટે શૈક્ષણિક વર્ષમાં કેટલા દિવસો શિક્ષણ કાર્ય માટે રાખવામાં આવેલ છે?
Ans. 200 દિવસ


૭૫. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ સાથે કોનું નામ સંકળાયેલું છે?
Ans. પાવલોય

વિભાગ ૨


૧. ગુજરાતમાંથી મળી આવેલ સિંધુ ખીણ ની સંસ્કૃતિના સ્થળો અને જીલ્લા આપેલ છે. નીચેના માંથી કયું જોડકું ખોટું છે?
Ans. કુરન-કચ્છ 

૭૭. ગુજરાતમાં નીચેના માંથી ક્યાં વિકલ્પ માં પર્વત/ડુંગર ના સ્થળ ઉત્તર થી દક્ષીણના ક્રમે છે?
Ans. (મારા મત પ્રમાણે આપેલ ચારેચાર વિકલ્પો ખોટા છે)

૭૮. કાટકોણ ત્રિકોણની કાટખૂણો  બનાવતી બે બાજુઓનું માપ 20  સે.મી.  અને15 સે.મી. હોય તો કારણ નું માપ કેટલું થાય?
Ans. 25 cm (AC*AC = AB*AB + BC*BC એટલે AC*AC = 400 + 225 = 625)

૭૯. એક ટાંકી ઉપરના નળ થી ભરતા ૪ કલાક લાગે છે અને તળિયાના નળ થી ખાલી થતા 6 કલાક લાગે છે જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
Ans. 12 (એક કલાકમાં ટાંકી 1/4 ભરાય છે અને 1/6 ખાલી થાય છે. એટલે એક કલાકમાં ટાંકી 1/4-1/6= 1/12 ભરાય છે. એટલે ટાંકી ભરતા 12 કલાક થશે.)

૮૦. The principal invited............................M.B.B.S. doctor for lecture.
Ans. an

૮૧.  1 થી 50 સુધીના અંકોનો સરવાળો
Ans. 1275 

૮૨. બ્લેક હોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે?
Ans. ખગોળશાસ્ત્ર 

૮૩. 5/9, 8/15, 4/7 અને 6/11 એ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે?
Ans. 4/7 (0.56, 0.53, 0.57, 0.54)

૮૪. "ગુજરાત વિદ્યાપીઠ" ની સ્થાપના  થઇ
Ans.  1920

૮૫. 'સુધાકર'  શબ્દનો પર્યાય શબ્દ આપો.
Ans. ચંદ્ર 

૮૬. એક બસની ઝડપ 50  કિમી/કલાકની છે. એક ટ્રેન ની ઝડપ 60 કિમી/કલાક ની છે. બસ ડ્રાયવરે 200 કી.મી.નું અંતર કાપ્યું ત્યાર બાદ તેને સુચના મળે છે કે તેને ટ્રેનના સમયેજ 300 કી.મી.નું અંતર પૂર્ણ કરવાનું છે તો બસ ડ્રાઈવરએ  છેલ્લા 100 કી.મી. નું અંતર કાપવા બસની કેટલી ઝડપ રાખવી પડે ?
Ans. 100 કિમી/કલાક (તર્ક: ૩૦૦/૬૦ = ૫ કલાક. ૨૦૦/૫૦ = ૪ કલાક. (૩૦૦-૨૦૦)/(૫-૪) = ૧૦૦) 

૮૭. Geeta was crying............help.
Ans. for

૮૮. નીચેના માંથી ક્યાં વિકલ્પમાં બધાજ શબ્દો સ્ત્રી લિંગ માં છે?
Ans.विजय, आत्मा, आयु, पुस्तक 

૮૯. કયો  સ્પેલિંગ  સાચો છે?
Ans. Success 

૯૦. 2Fe+6Hcl -->  ...............+3H2
Ans. Fe2Cl૩ 
(તર્ક: --> ની નિશાની ને = ની નિશાની ગણો. એટલે બંને બાજુઓને સમાન કરો) 
૯૧.  20 અને 15  ના લ.સા. અ. અને ગુ.સા અ. નો ગુણાકાર કેટલો થાય?
Ans. 300 (તર્ક: બે સંખ્યાના લ.સા.અ. અને ગુ.સા.અ. નો ગુણાકાર એટલે એ બે સંખ્યાનો ગુણાકાર.)

૯૨. યાદી ૧ સાથે યાદી ૨ સરખાવો .


         અ -શીતળા                   ૧.ફુગ
         બ -કોલેરા                     ૨. પ્રજીવો
         ક- મેલેરિયા                   ૩. બેક્ટેરિયા
          ડ- ખરજવું                     ૪. વાઇરસ
Ans. ૩, ૪, ૧, ૨ 

૯૩. નીચેના ક્યાં વિકલ્પમાં હવાના ઘટકો કદ પ્રમાણે ટકાવારીમાં ઉતરતા ક્રમે છે?
Ans. ઓક્સીજન, નાઈટ્રોજન, હિલીયમ

૯૪. The teacher distributed the chocholates........................the students of thje class.
Ans. among 

૯૫. વસંત સંપાદદિન પછીનો શરદ સંપાદદિન કેટલામાં દિવસે આવે છે?
Ans. (A) 186

૯૬. ૮ પ્રપ્તાન્કોની સરસરી ૪૫ છે આ પૈકી એક પ્રાપ્તાંક બાદ કરતા સરસરી ૪૪ મળે છે તો બાદ કરેલ પ્રાપ્તાંક કયો હશે?
Ans. 52 [ (45 x 8) - (44 x 7) ]

૯૭. "હું ગાંધીનગર જાઉં છું" આ વાક્યને સંસ્કૃતમાં કઈ રીતે લખાય?
Ans.

૯૮. 2 + 3x4 - 5 ની કિંમત કેટલી થાય?
Ans. 9 (Rule of BODMAS)

૯૯. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમેથી સરદાર પટેલે કરેલું?
Ans. સ્વરાજ આશ્રમ 

૧૦૦.
Ans:

૧૦૧. મધ્ય રાત્રીના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે?
Ans. નોર્વે

૧૦૨. વર્તમાન પત્ર 'વન્દેમાતરમ' ક્યાં નેતાએ શરુ કર્યું?
Ans.  અરવિંદ ઘોષ 

૧૦૩.Oral work  ના પ્રારંભિક તબક્કે કઈ બાબત પર વિશેષ ધ્યાન આપીશું?
Ans. fluency 

૧૦૪. નીચેના માંથી કયું ભૂમીગત પ્રકાંડ નથી?
Ans. ગાજર 

૧૦૫. અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે. ઉષ્મા સંચરણ ની આ રીતને શું કહે છે?
Ans. ઉષ્માવહન

૧૦૬. હથોડી,એરણ ,પેંગડું  શરીરમાં ક્યાં આવેલું છે?
Ans. કાનમાં 

૧૦૭. વર્તમાન અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં નીચેના માંથી કઈ પદ્ધત્તિ ને  અનુસરીએ છીએ ?
Ans.  Communicative approach 

૧૦૮. નીચેનામાંથી કયો પંચશીલનો સિદ્ધાંત નથી?
Ans. બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી.

૧૦૯. Smita has joined the school...............three years.
Ans.  for

૧૧૦. દરેક ચોરસ ........................
Ans.  A. લંબ ચોરસ છે.
         B.સમબાજુ ચતુષ્કોણ છે.
         C.સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 
         D. તમામ 

૧૧૧. The spelling of 40 is......................
Ans.  forty 

૧૧૨. "કવિ શિરોમણી" નું માં કોને મળ્યું છે?
Ans.  પ્રેમાનંદ 

૧૧૩. "कुम्हार" लिंग परिवर्तन कीजिए.
Ans.  कुम्हारिन 

૧૧૪. લંબાઈ માપન એકમને ચઢતા ક્રમમાં ગોઠવતા સાચું કયું છે?
Ans.  મીલીમીટર,સેન્ટીમીટર , ડેસીમીટર,હેક્ટોમીટર 

૧૧૫. અર્ધગોળાનું  ઘનફળ..................થાય.
Ans. ૪/3πr2

૧૧૬. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોને કર્યું હતું?
Ans. ઇન્દુલાલ યાજ્ઞિક

૧૧૭. મુલાક્શારોની ઓળખ માટે નીચેની પૈકી  કઈ રીત વધુ યોગ્ય છે?
Ans. ફ્લેશકાર્ડ દ્વારા 

૧૧૮." અગિયાર ગણી જવા" રૂઢી પ્રયોગનો  અર્થ જણાવો.
Ans. નાસી જવું. 

૧૧૯. Rhul cuts the vegetables...................the knief.
Ans. with

૧૨૦. 2.468 ને  18 વડે ગુણતા ...........
Ans. 44.424

૧૨૧. કબડ્ડીની રમત માટે એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે?
Ans. 7

૧૨૨.
Ans.

૧૨૩. નીચેનામાંથી કયો સજીવ એકકોષી નથી?
Ans. પેનીસીલીયમ 

૧૨૪. પ્રાચીન ઋષિમુનીઓએ માનવ જાતિના કલ્યાણ અર્થે શાની આચારસંહિતા સુચવી છે?
Ans. યમ-નિયમની 

૧૨૫. બે અરીસા વચ્ચેના ખૂણાનું માપ ૬૦ અંશ હોય તો કેટલા પ્રતિબિંબ મળે?
Ans. 4

૧૨૬. Unless you run fast......................
Ans. You can't catch the bus.

૧૨૭.' આ મુદ્દો મેં વર્ગખંડ માં સમજાવ્યો ત્યારે તમે શું કરતા હતા?' નો સાચો અનુવાદ કયો છે?
Ans. What were you doing when i explained this point in the classroom?

૧૨૮. બુટપોલીશ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે?
Ans. લેમ્પ બ્લેક 

૧૨૯. સાવધાન ની સ્થિતિ માં બંને પગના પંજાની વચ્ચે કેટલા અંશ નો ખૂણે બનાવવામાં આવે છે?
Ans. 45 અંશ

૧૩૦. ભારત સરકારે કેટલાક જંગલોને "અભયારણ્યો" તરીકે જાહેર કાર્ય છે કારણકે.........
A. પશુ પંખી નિર્ભય બનીમુક્ત રીતે હારી ફરી શકે.
B. પશુ પંખીઓનું રક્ષણ થાય
C.પશુ  પંખીઓનું સંવર્ધન થાય
Ans. દર્શાવેલ તમામ. 

૧૩૧. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.
Ans. 2 (64નું ઘનમૂળ 4; 4નું વર્ગમૂળ 2)

૧૩૨." પાંચ-દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહિ!"- લીટી દોરેલ શબ્દનો સમાસ જણાવો.
Ans. દ્વન્દ્વ         

૧૩૩. કયું રાષ્ટ્ર વ્યાપારી ધોરણે સૌરકુક્કર પેદા કરતુ સૌ પ્રથમ રાષ્ટ્ર બન્યું છે?
Ans. ભારત 

૧૩૪. કયો રોગ વાઇરસ થી થતો નથી?
Ans. તાવ 

૧૩૫. આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા ...................
Ans. વાંકીચુકી છે.

૧૩૬. शब्दकोष के क्रम में सही विकल्प कौन सा है?
Ans. क्रम, कंगाल,कुदाल, कृषि 

૧૩૭. સંધી છોડો.: નાવિક
Ans. નૌ + ઇક (સૌજન્ય: Jagatprasad Vyasji) 

૧૩૮. નીચેનામાંથી ક્યાં વિકલ્પમાં બધા તત્વો છે?
Ans. લોખંડ, સોનું, ચાંદી, ઓક્સીજન 

૧૩૯. ૧૨ પેનની વેચાણ કિંમત ૧૫ પેનની મૂળ કિંમત જેટલી જ રાખવામાં આવે, તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય?
Ans. ૨૫%

૧૪૦. નીંદણ  દુર કરવા ક્યાં સાધનો વપરાય છે?
          A ખુરપી      B દાતરડું      C કોદાળી
Ans. ઉપરના તમામ 

૧૪૧. ક્ષમતા ક્રમાંક 2.1.2. માં વચ્ચેના નો 1 અંક શું દર્શાવે  છે?
Ans. ધોરણ 


 Read the following passage and answer (142 to 146) questions selecting the most appropriate option.

૧૪૨.  Paul called ................. for everything.(fill in the gap)
Ans. Information please

૧૪૩.  Why was Paul sad?
Ans. His pet canary died.

૧૪૪.  "Became a heap of feathers" means....
Ans. die

૧૪૫. Which word in the passage means 'sadness'?
Ans. sorrow

૧૪૬.  For which of the following Paul called information please?
Ans. to find Philadelphia 

૧૪૭. એક વ્યક્તિ A  બિંદુ થી ચાલતો 7 કી.મી. પૂર્વ દિશામાં જાય છે, ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં A થી 7  કી.મી. ના અંતરેથી વર્તુળાકાર માર્ગે પશ્ચિમ દિશામાં B બિંદુએ પહોચે છે અને ત્યાંથી પૂર્વ દિશામાં ફરી A  બિંદુ એ પહોચે છે તો તે વ્યક્તિ કેટલા કિમી ચાલ્યો હશે?
Ans. 36

૧૪૮. પિતા અને પુત્રની હાલની ઉમરનો સરવાળો ૫૦ વર્ષ હોય, પાંચ વર્ષ પછી પિતાની ઉમર પુત્રની ઉમર કરતા ત્રણ ગણી થતી હોય તો પિતાની હાલની ઉમરનો તફાવત કેટલો થાય?
Ans. ૩૦ (પિતાની હાલની ઉમર ૪૦ વર્ષ, પુત્રની ૧૦ વર્ષ) (તર્ક: ધારો કે પિતાની હાલની ઉમર x વરસ છે અને પુત્રની હાલની ઉમર y વર્ષ છે. એટલે x + y = ૫૦. હવે પાંચ વર્ષ પછી પિતાની ઉમર પુત્રની ઉમર કરતા ત્રણ ગણી થાય છે. એટલે (x +૫)/(y+૫) = ૩. એટલે x + ૫ = ૩y + ૧૫. એટલે x - ૩y = ૧૦. આ સમીકરણને પહેલા સમીકરણ માંથી બાદ કરતા... (x + y - x + ૩y) = ૫૦ - ૧૦. એટલે ૪y = ૪૦. એટલે y = ૧૦. એટલે x = ૪૦)

૧૪૯. નીચે પૈકી કયું સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી?
Ans. નિસર્ગ 

૧૫૦. નીચેનામાંથી કઈ વ્યક્તિ નું નામ થીયોસોફીકલ સોસાયટી  સાથે સંકળાયેલ નથી ?
Ans. રમાબાઈ રાનડે 

If you looking for Gujarat HTAT Paper Solution 2013 (and not 2011), click here.

Please don't copy this HTAT Paper solution 2012 or any other post from this website without permission.