If you are looking for TET-2 Paper solution 2012 (Upper Primary Teachers) for exam conducted in July 2012, click here.
TET-1 Paper Solution for PTC (class 1 to 5) teachers test on 10-06-2012
This post contains answer keys with question paper to TET exam 1 conducted on 10/06/2012. This paper solution has been possible on time with the support from Mr Jagatprasad Vyasji, in addition to efforts by the admins Ritesh and Haresh.
1.એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જ. 10 નળાકાર બનાવી શકાય (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી x 50 સેમી = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ = 2 x 22/7 x 14સેમી = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)
2. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જ. બનાસ, સરસ્વતી અને રૂપેણ
3. એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10 નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જ. 36 (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)
4. શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જ. વયપત્રક
5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જ. 10 (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)
6. Dictation is one of the important exercises in the language classroom. Here dictation means..........
જ. Teacher speaks and students write
7. "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જ. કબડ્ડી
8. ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જ. dialogue
9. Which sentence is correct ?
જ. When have you joined this company?
10. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું રચાયેલું છે?
જ. GCERT - DIET - BRC - CRC - શાળા
11. કયું માપ સાચું નથી?
જ.1 મીલીમીટર=10 સેન્ટીમીટર
12. નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે આપ્યો છે?
જ. કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
13. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જ. વિષયાભિમુખ કૌશલ્ય
14. 'સંયુક્ત રાષ્ટ્ર' સંદર્ભે 'વીટો પાવર' સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જ. સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય
15. Identify the assertive sentence.
જ. The flowers are very colourful.
16. The cyclone caused __________ damage to the city.
જ. extensive
17. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જ. સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ
18. ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જ. શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ
19. Choose the past participle of 'to go'
જ. gone
20. The showroom __________ by now.
જ. will have opened
21. મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જ. લોહી શુદ્ધ કરવાનું
22. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી
23. "સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે." કથન નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જ. 2.5.1
24. I like mangoes, my friend Fiona likes them __________
જ. too
25. LL. B નું પૂરું નામ જણાવો.
જ. Bachelor of Laws
26. ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જ. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી
27. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જ. ઉદ્વીપક
28. તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જ. ભારત નાટ્યમ
29. આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જ. અસંદિગ્ધ
30. કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જ. દ્વિરુક્ત
31. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જ. ઈ. એલ. થોર્ન ડાઇક ( Edward Lee Thorndike )
32. 'આંકડે મધ' શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જ. કાર્ય સરળ હોય ત્યારે
33. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
34.ગુજરાતના ક્યાં ક્રાંતિવીર 'ડુંગળી ચોર' તરીકે જાણીતા છે?
જ. મોહનલાલ પંડ્યા
35. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જ. પાલનપુર
36. નીચેની કાવ્યપંક્તિ ક્યાં છંદ ની છે?
ત્યાં તો આવી પહોચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં,
કૃષિક એ ઉઠી ત્યારે 'આવો બાપુ' કહી ઉભો
જ. અનુષ્ટુપ
37. કાચનો વક્રી ભાવનાંક 1.5 છે. જો પ્રકાશનો હવામાં વેગ 3,00,000 કી.મી./સેકંડ વેગ હોય તો પ્રકાશનો કાચમાં વેગ કેટલો હશે?
જ. 2,00,000 કી.મી./સેકંડ
38. 'કુંડુ કથરોટને અને કથરોટ કુંડાને જોઇ હસે' મહાવરો ક્યારે વપરાય?
જ.
39. અભ્યાસક્રમ રચનાના મહત્વના ચાર ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
જ.
40. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
જ. જેનું મૂલ્ય 1 કરતા
41. 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચો.સે.મી. ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ રૂમાલ બને?
જ. 32 (ગણતરી: લંબચોરસ નું ક્ષેત્રફળ = 1 મીટર x 2 મીટર = 100સેમી x 200સેમી = 20000 સેમી વર્ગ. 20000 / 625 = 32)
42. ધોરણ 1 માં મૂળાક્ષર ક્યાં ક્રમમાં શીખવવામાં આવે છે?
જ. ગ, મ, ન, જ; વ, ર, સ, દ; ક, બ, અ, છ; પ, ડ, ત, ણ
43.ગાંધીજીએ દાંડી કૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?
જ. 12મી માર્ચ, 1930 અને 78 સત્યાગ્રહીઓ
44. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
જ. ચાર
45. 11 વર્ષનો વિજય મુક-બધીર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે. તમે શું કરશો?
જ. મારી શાળામાંજ વિજયને દાખલ કરવા અને બીજા બાળકોની સાથે ભણાવવા એના વાલીને સમજાવીશ.
46. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે? નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જ. સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં 545 સભ્યો હોય છે.
47. નીચેના પૈકીનો કયો અક્ષર સમૂહ અરીસા સામે ધરતા યથાવત જળવાશે?
જ. AOVIVOA
48. My life is my __________
જ. message
49. "Learning: The Treasure within-education for 21st Century" અહેવાલમાં દર્શાવેલા શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
જ. Learning to grow
50. માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે નીચેના પૈકી કઈ કેન્દ્રીય પુરસ્કૃત યોજના અમલમાં છે?
જ. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
51. ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ બે ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે?
જ. 23 અને 25
52. My cello pen __________ working in the essay competition.
જ. nicely
53. સૂર્ય પર થતા ધડાકાઓ આપણે સાંભળી શકતા નથી કારણકે __________
જ. સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્યાવકાશ છે.
54. Naman usually __________ cricket in evening.
જ. plays
55. This matter should be __________ us.
જ. among
56. Payal says she can't ..................our invitation to dinner tonight.
જ. accept
57. દેર શબ્દનો અર્થ શું થાય ?
જ. દિયર
58. કેટલા રે કેટલા રમત નો ઉપયોગ શું શીખવવા કરશો?
જ. વિવિધ સંખ્યા જૂથ
59. સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી?
જ. અવિભાજ્ય સંખ્યા છે (1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી)
60. ભારતીય સ્વતંત્રતા સંદર્ભે 1942 માં આવેલા ક્રિપ્સ મિશન સાથે નીચેના માંથી કઈ બાબત ખોટી છે ?
જ. ક્રીપ્સ મિશનની ભલામણોમાં હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેનો ઉલ્લેખ હતો.
61. એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે એક શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. વિદ્યાર્થીને સમજાવી તેને શાંત રહેવા કહેશો
62. 1. દીર્ઘાયુ બેઠો. 2. રાજા સુતો. 3. રાજકુમારી રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો, સુતો -રડી ને કઈ રીતે ઓળખવશો?
જ. અકર્મક ક્રિયાપદ (એવું ક્રિયાપદ જેની પાછળ કર્મ ન હોય; એનાથી ઉલટું, 'રાધા એ ફળ ખાધું' માં 'ખાધું' એ સકર્મક ક્રિયાપદ છે, કેમકે 'ખાધું' ક્રિયાપદ માટે 'ફળ' કર્મ છે. જો 'રાધા એ ખાધું' એમ વાક્ય હોય તો 'ખાધું' અકર્મક ક્રિયાપદ કહેવાય )
63. ધોરણ 2 માં ભણતી ફાતિમા વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (પ્રાદેશિક ભાષા ) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ફાતિમાને એના ઘરની ભાષા બોલવા દઈશ કારણકે શરૂઆતના ધોરણોમાં ઘરની ભાષા બોલવા દેવી જોઈએ
64. પ્રાચીના કાવ્યસંગ્રહ આપનાર વાસુકી ઉપનામ વાળા ગાંધી યુગના કવિ કોણ છે?
જ. ઉમાશંકર જોશી
65. "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કાવ્ય પંક્તિ ના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મુકશો?
જ. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી (બંને હરિગીત છે જેમાં ચાર ચરણ હોય છે અને દરેક ચરણમાં 28 માત્રા હોય છે)
66. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેના માંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
જ. વ્યાકરણ
67. નીચેના ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ક્રમશઃ ગોઠવો.
જ. પાવાગઢ -અંબાજી- નડાબેટ (નડેશ્વરી) - માતાનો મઢ
68. સંમેય સંખ્યાઓ માટે નીચેના પૈકી કયું સૌથી વધુ સાચું છે?
જ. સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો થાય છે.
69. I have come here just.......... minutes ago.
જ. a few
70. 'નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો, એ જોઇને બાકીના સૌ પણ હસવા લાગ્યા.' આ વાક્યમાં ક્રીયાવીશેષણ કયું છે?
જ. ખડખડાટ
71. સાચી પંક્તિ કઈ ?
જ. કામિની કોકિલા કેલી કુંજન કરે
72. કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓને જોડતા બનતી આકૃતિ કઈ હશે?
જ. વર્તુળ
73. 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો એ રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?
જ. 4 દિવસ
74. એક જ શબ્દની નીચેના પૈકી ક્યાં શબ્દની જોડણી સાચી છે?
જ. મ્યુનિસિપાલિટી
75. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશની નિમણુક માટે કોની સાથે વિચારના કરવામાં આવે છે?
જ. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
76. પૂર્ણાંકો અને બહુપદી અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જ. પૂર્ણાંકોના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદીઓના સરવાળા અને ગુણાકાર માટે સાચા છે.
77. સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો ક્યાં છે?
જ. વારસો, વાતાવરણ, પરિપક્વતા અને ઉત્પ્રેરના
78. જમીનમાં હવા રહેલી છે તે સાબિત કરવા માટે
જ. કાચના ગ્લાસમાં પાણી લઇ તેમાં માટીનું ઢેફું નાખો
79. What is the most important in English learning at initial stage?
જ. fluency
80. Raju is writing a letter. Make it passive voice__________
જ. A letter is being written by Raju.
81. શબ્દકોશનો સાચો ક્રમ કયો?
જ. સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંખ્યા, સંક્ષિપ્ત
82. The habitations in the revenue village are __________ therefore it is very difficult to find right common place for constructing a school.
જ. scattered
83. I am __________ tired to go in the party.
જ. too
84. સપ્તર્ષિ તારા જૂથના તારાઓમાં કોનો સમાવેશ થતો નથી?
જ. દધીચિ
85. 'સ્કાઉટ' શબ્દનું ગુજરાતી શું થાય છે?
જ. બાલચર
86. r ત્રિજ્યા વાળા વર્તુળમાં સમાયેલા ચોરસની બાજુનું માપ કેટલું?
જ. √2*r
87.ધોરણ 3 ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થ ગ્રહણ કરીશકે ?
જ. 3000 શબ્દો
88. "માલમ" નો અર્થ __________ છે.
જ. વહાણ હાંકનાર
89.નીચેનામાંથી કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
જ. પોતાના દેખાવ પ્રત્યે વધુ સભાન બને છે
90. ધોરણ 4 માં ભણતી રેશ્માને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી. શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. ભાગાકાર એ ગુણાકારનું વિરોધી છે એમ સમજાવીશ
91. She writes on the blackboard- Convert the sentence in past perfect tense
જ. She had written on the blackboard
92. સંયોજનમાં સમાવિષ્ટ દરેક તત્વ
જ. પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે
93. ડો. તેસ્સી થોમસને તેમનો વ્યવસાયિક સિદ્ધિને ધ્યાને લઇ નીચેનામાંથી ક્યાં ગ્રુપમાં મૂકી શકાય?
જ. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. હોમીભાભા, ડો.વિક્રમ સારાભાઇ
94. કોઈપણ ચેક ઓર્ડર ચેક બને ?
જ. ચેકમાં નામના સ્થાને નામ લખ્યું હોય અને 'ઓર બેરર' પર લીટી કરી હોય ત્યારે
95. ધોરણ 1 થી 5 ની એક શાળામાં સીમાબેન અને સૌમિલ ભાઈ શિક્ષક તરીકે કામ કરે છે. શાળામાં ધોરણ 1 થી 5 ની સંખ્યા અનુક્રમે 19, 20, 12, 20 અને 9 છે. શાળામાંકુલ 80 બાળકો પૈકી 40 કુમાર અને 40 કન્યાઓ છે. તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
જ. ધોરણ 1, 2 અને ધોરણ 3, 4, 5 એમ બે ભાગ પાડવા જોઈએ
96. 3+3X3-3= __________
જ. 9 (Rule of BODMAS: 3+3x3-3 = 3 + 9 - 3 = 12 - 3 = 9)
97. પાંચ આંકડાની સૌથી મોટી સંખ્યા માંથી પાંચ આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા આવે ?
જ. 89999 (99999-10000)
98. નીચેના પૈકી સાચું વિધાન કયું તે પસંદ કરો.
જ. નોર્વેમાં મેં માસના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી
99. અધ્યયનને અસર કરતા પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ સુસંગત નથી?
જ. પ્રેરણા (અમારા ખ્યાલ પ્રમાણે )
100. ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને ક્યાં રોપાયા?
જ. 1920 વર્ધામાં
101. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો બાળકો માટે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન
102. અધોરેખિત-શબ્દનો અર્થ શું છે?
જ. ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ
103.Select odd one from the following
(A) Ball (B) Take (C) Catch (D) Hold
જ. Ball (આ એક જ નામ છે. બાકી બધા વિકલ્પો ક્રિયાપદ છે)
104. Find odd one __________
(A) shirt (B) garment (C) sugar (D) cotton
જ. sugar
105. 'It's a matter of couple of days.' What do underlined words indicate?
જ. થોડાક દિવસ
106. વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
જ. ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
107. Mala and her friends __________ on a picnic today.
જ. went
108. બે સમાંતર રેખાઓની છેદીકાથી બનતા ખુણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જ. અહી દર્શાવેલ ત્રણેય
1.યુગ્મકોણોની પ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
2.અનુંકોણનીપ્રત્યેક જોડના બંને ખુનાઓના માપ સરખા હોય છે.
3.છેદીકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે.
109.ચલણી નોટો બનાવવા માટેનો કાગળ ક્યાં બને છે?
જ. નેપાનગર - મધ્યપ્રદેશ
110. "A brown fox quickly jumps over the lazy dog" આ વાક્યમાં કયો મૂળાક્ષર નથી ?
જ. બધાજ છે.
111. શિક્ષક આવૃત્તિમાં 'ગંદી ઉંદરડી' વાર્તા ક્યાં એકમ માટે મુકવામાં આવી છે?
જ. ચોખ્ખાઈ કરે ભલાઈ
112. BISAG સ્ટુડીઓ, ગાંધીનગરમાં નામકરણમાં વપરાયેલ 'G ' નું પૂરું નામ શું?
જ. Geo-Informatics
113. નીચેના જોડકા ગોઠવો .મેળા અને જીલ્લા
જ. 1-R, 2-S, 3-Q, 4-P
1.ભવનાથનો મેળો - જુનાગઢ
2.વૌઠા નો મેળો - અમદાવાદ
3.માધવરાયનોમેળો - પોરબંદર
4.ભાદરવીપુનમનો મેળો - બનાસકાંઠા
114.સમિતિ માટે સાચો શબ્દ કયો?
જ. Committee
115. ક્ષમતાકેન્દ્રી શિક્ષણ માટે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
જ. અધ્યયનક્ષેત્ર મુજબ ક્ષમતાઓ
116. 'સેવવું' શબ્દનો અર્થ પાઠમાં 'રાખી મુકવું' થયેલ હોય ત્યારે 'સેવવું = (અહી) રાખી મુકવું' શું ગણાય?
જ. ટિપ્પણ
117. 'સમીર' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી.
જ. વાવાઝોડું
118. માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
જ. ચક્રવર્તી રાજગોપાલાચારી
119. ઊઠા ભણાવવા એટલે શું ?
જ. ખોટું બોલી ઠગાઈ કરવી .
120. ધોરણ 1 ગુજરાતી માં કેટલા એકમ છે ? શીક્ષક આવૃતિ માં જણાવ્યાનુસાર બધા એકમની સમજ આપવા કેટલા સમયગાળાની જરૂર પડશે ?
જ.
121. બુદ્ધિઆક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
જ. માનસિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર
122. ખાંડણિયાંમાં માથાં ને ધીમો કેમ રામ? આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે ?
જ.
123. રેખા અને તેની બહારના આવેળા બિંદુમાંથી કેટલા સમતલ પસાર થાય છે?
જ. એક ને માત્ર એક
124. કેલ્કયુલેટર દ્વારા ગણતરી વખતે અગાઉની વિગત જોવા કયું બટન દબાવશો ?
જ.
125. આરટીઈ 2009 અન્તર્ગત પ્રાથમિક શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવેછે ?
જ.ગ્રામશિક્ષણ સમિતિ (વીઈસી )
126. __________ ના પુરકકોણનો કોટીકોણ છે 30 અંશ છે ?
જ. 120 (જેનો પુરકકોણ 60 થશે. 60 નો કોટિકોણ 30 છે)
127. રામપુર શહેર માં ત્રણ શાળાઓં આવેલી છે ધોરણ 10 ની પરિક્ષામાં આ શહેરની શાળા નં 1, 2, અને 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નં 1, 2, અને 3 નું પરિણામ અનુક્રમે 90%, 80% અને 70% આવ્યું છે .તો આખા રામપુર શહેરનું સરેરાશ પરિણામ કેટલું ગણાય?
જ. 75% (ગણતરી: પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100 ના 90% + 300 ના 80% + 600 ના 70% = 90 + 240 + 420 = 750. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા: 100+300+600 = 1000. એટલે 750/1000 = 75%
128. એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450છે .તેજ રકમનું બીજા વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ-------રૂપિયા થાય.
જ. 495
129. રૈખિકજોડ અને પુરક કોણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જ.
130. ભારતસરકારે રાષ્ટ્રીય પંચાંગ ક્યારથી દાખલ કર્યું ?
જ. 22-3-1957 થી
131. ચૌરી ચોરા સ્થળ સાથે પૈકી કયું વિધાન સુસંગત છે?
જ. અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું
132. 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોયતળીયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ.
જ.140 (ગણતરી: ઓરડાનું ક્ષેત્રફળ = 700સેમી x 500 સેમી = 3,50,000સેમી. એક ચોરસ લાદીનું ક્ષેત્રફળ = 50સેમી x 50સેમી = 2500સેમી. હવે 3,50,000 ને 2,500 વડે ભાગતા 140 જવાબ આવશે)
133. Manoj __________ a song in the party.
જ. sang ('the' party indicated a particular party (in the past) and not on a regular basis. Hence, not
134. ધોરણ 6 ના ગુજરાતીના એકમ 'લાયક ઉમેદવાર' પાઠ ના લેખક કોણ છે ?
જ. અનંતરાય રાવળ
135. ધોરણ 7 ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાંચન દ્વારા જાણે અને સમજે?
જ. 4500 શબ્દો શ્રવણ દ્વારા અને 2500 શબ્દો વાંચન દ્વારા
136. એક વસ્તુ અમુક રૂપિયા માં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી __________ % નફો થાય .
જ. 70 (ગણતરી: ધારોકે એ વસ્તુની મૂળ કિંમત 100 છે. હવે 100-15 =85. બમણી કિંમત = 85+85 = 170. 170-100 = 70 નફો . 70 નફો /100 મૂળ કિંમત = 70%
137. એક લંબ ચોરસ ની પહોળાઈ તેની લંબાઈ નો 3/4 ભાગ છે. લંબ ચોરસ નું ક્ષેત્રફળ 192 ચો.મી .છે .તો તેની પરિમિતિ __________ છે .
જ. 56 (ગણતરી: trial ane error થી જોતા 192 = 16 x 12 કારણકે પહોળાઈ એ લંબાઈનો 3/4 ભાગ છે. હવે લંબચોરસ ની પરીમીતી = 2 x (લંબાઈ + પહોળાઈ) = 2 x (16 + 12) = 56
138. I am writing the letter because I __________ to do so.
જ. have been asked
139. All the student in the class help __________
જ.
140. ધોરણ 5 માં રમેશ જાતિયવૃતિ અનુભવે છે અને એના લીધે ક્યારેક વિચિત્ર વર્તન કરેછે . શિક્ષક તરીકે તમે શું કરશો?
જ. રમેશ ને કોઈ કલાપ્રવૃત્તિ અથવા રમતગમત તરફ વાળવા પ્રયત્ન કરીશ
141. કનૈયાલાલ નું ઉપનામ શું હતું ?
જ. ઘનશ્યામ
142. સમય 2:10 થી 2:50 થતા કલાક કાંટા એ કેટલું ભ્રમણ કર્યું હશે ?
જ. 20 (ગણતરી: કલાક કાંટો એક કલાક માં 30 અંશ ભ્રમણ કરે છે કેમકે 360/12 = 30. એટલે એ 40 મીનીટમાં 30 x 40/60 = 20 અંશ ભ્રમણ કરે)
143. વિદ્યાર્થીઓં ના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે ?
જ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
144. સ્વચ્છ પાણી માં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે?
જ. ગુણવાચક
145. Cow is our __________ animal .
જ. domestic
146. ધોરણ 1 માં વાર્તા કહીને શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ?
જ.
147. શિક્ષક વર્ગ માં શાંતિ રાખો એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?
જ. દ્વિ માર્ગી પ્રત્યાયન
148. નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો.
જ.
149. Which is not appropriate for the word 'Isolate'?
જ. Group (It is antonym. All others are synonyms)
150.7/11 x 7/5 ÷ 7/10 + 3/22
જ. 1 પૂર્ણાંક 9/22 (ગણતરી: 7/11 x 7/5 ÷ 7/10 + 3/22 = 7/11 x 7/5 x 10/7 + 3/22 = 14/11 + 3/22 = 28/22 + 3/22 = 31/22 = 1 પૂર્ણાંક 9/22)
good and sencible work done by u and ur team but baki na 75 ane aam pan amuk baki che te kyare muko cho?
ReplyDelete@Dear Nilesh!
Delete75 questions pachhi pan mukvanu sharu chhe. 3-4 divas ma badha mukai jaay evi try karshu, baaki chhe e badha :-)
86> ans under route me 2 multiply with r
Delete96 ans is (B) 9 97. (a) 98 (A) 99 (a) 100 (c) 103 (A) 104 (a) 105 (D) 106 (a) 108 (a) 110 (a) 112 (a) 113 (c) 114 (c) 115 (a) 116 (D) 117 (a) 118 (B) 119 (b) 120 (B) 121 (B) 122 (b) 123 (d) 124 (a) 125 (c) 126 (d) 127 (c) 128 (c) 129 (a) 130 (b) 131 (b) 132 (b) 133 (b) 134 (c) 135 (d) 136 (d) 137 (b) 138 (c) 139 (b) 140 (c) 141 (a) 142 (a) 143 (d) 144 (c) 145 (c) 146 (b) 147 (B) 148 (A) 149 (B) 150 (a)
Deletetamara paper ni sequence ma j javab lakhya 6e ok to aama ketla sacha 6e e jara reply karjo
have a good day
@Rakesh,
DeleteOk. Ame tuk samay ma baakina questions na pan answers mukshu. E tame jaate check kari shako chho :-)
હેલો,
ReplyDeleteઆમાં ફક્ત 75 માંથી 53 પ્રશ્નના જ જવાબ છે, અમુકના જવાબો નથી. બાકીના 75 પ્રશ્નોના જવાબો ક્યારે મુકશો ?
આભાર,
પુન્ય ગંગા
Dear friend,
Delete75 questions pachhi pan mukvanu sharu chhe. 3-4 divas ma badha mukai jaay evi try karshu, baaki chhe e badha :-)
40. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
ReplyDeleteજ. જેનું મૂલ્ય 1 કરતા ochu તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
40. શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
ReplyDeleteજ. જેનું મૂલ્ય 1 કરતા ochhu તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે.
@Manoj,
DeleteThanks a lot for the reply. Sorry for the erratum in our part.
We've updated the answer.
thank u very much........
ReplyDeleteplease, i request you to don't try to cheat yourself and others too.
ReplyDelete@Anonymous friend,
DeleteCan you please elaborate? :-)
paper type kari nakho ana javab link sahit hu lakhavi dav. O.k
ReplyDelete@ Jagatprasad Vyasji,
DeleteThanks a lot :-)
Let's discuss over phone so that we can co-ordinate better.
122. if one thing prize is 100 rupees loss is 15 % then 100-15=85 rs now sell it to double mean 170 rupees now profit is selling - main mean 170-100=70 so the profit is 70% ans is b
Delete123. suppose length -x then b=3/4x now square=l*b)=x*3/4x)=192 mean x=16 now for l=16 and b=12 now parimiti=2(l+b) mean 2(16+12) =56 ans is d
124. square of room = length * b=700 *500=350000 cm2 now 350000 is divided by 50 cm ans is 140 piece
126. if main installment is 4500 's 10% is 450 now next year 4500+450 =4950 means next year rate is 4950's 10 % mean 495 ans is d
Dear Rakeshbhai,
DeleteThank you for the comment. It would help us :-)
hareshbhai paper akhu type kari nakho javab link sahit hu lakhavi daish & i give u promise to right answer.
ReplyDelete@Jagatprasad Vyasji,
DeleteAs discussed over phone, if you can post the answers with verifiable link, we'll give you admin rights so that you can work on the paper. I'll also later confirm that there is no factual error in any of the answers :-)
hu type karato hato pan vavajoda ne lidhe light gay che mate type n kari shakyo.
ReplyDelete@Jagatprasad Vyasji,
DeleteOh! That's sad :-(
Let's hope that we finish the remaining part of the paper as soon as possible, especially if you can help us too :-)
akhu papersolution kari nakhyu che
ReplyDeleteThat's great :-)
DeleteL l b nu ful form i think khotu che tamru l l b nu ful fromBACHLPR OF LEGISLATIVE LAW AVEche...
ReplyDelete@Tejas,
DeleteEven we are still not sure. Please let us know if you can provide us with an authenticate link.
As of now, please check the following for reference:
LL.B / LLB = LEGUM BACCALAUREUS (Legum is plural for Lex); = Bachelor of Laws, the tertiary level law degree.
Unless you're referring to another LLB.
LL.B / LLB = LEGUM BACCALAUREUS (Legum is plural for Lex); = Bachelor of Laws, the tertiary level law degree.
Unless you're referring to another LLB.
Source: http://wiki.answers.com/Q/What_is_the_full_form_of_llb
Okkk thanku bija ans pan uplod kerjo n result kiyre avvanu kaber che sir?
ReplyDelete@Tejas,
DeleteHaan. Ame badha answers upload karvani try karshu.
96 ans is (B) 9 97. (a) 98 (A) 99 (a) 100 (c) 103 (A) 104 (a) 105 (D) 106 (a) 108 (a) 110 (a) 112 (a) 113 (c) 114 (c) 115 (a) 116 (D) 117 (a) 118 (B) 119 (b) 120 (B) 121 (B) 122 (b) 123 (d) 124 (a) 125 (c) 126 (d) 127 (c) 128 (c) 129 (a) 130 (b) 131 (b) 132 (b) 133 (b) 134 (c) 135 (d) 136 (d) 137 (b) 138 (c) 139 (b) 140 (c) 141 (a) 142 (a) 143 (d) 144 (c) 145 (c) 146 (b) 147 (B) 148 (A) 149 (B) 150 (a)
ReplyDeletetamara paper ni sequence ma j javab lakhya 6e ok to aama ketla sacha 6e e jara reply karjo
have a good day
Ans BY Rakesh Suryavanshi
-- Right answers of English in Tet (1 to 5) --
ReplyDeleteamong, dialogue, bachelor of lows, a letter is being written by raju, message, a few, accept, domestic, committee, plays, have been asked, sugar, sings, nicely, scattered, group, how flower.., gone, she had written.., will be open, when have.., correct spellings, too, have gone, thodak divas,(here fault in ses form in paper)) teachers speak and students write ,ball, each other, extensive
-Ashok pandya (M.A..English Department ,sau.uni.)
- e mail- ashokpandya44@yahoo.in
Dear Ashokbhai,
DeleteThanks a lot for the suggestions :-)
javab aa chhe અવિસ્મરણીય રાજવી – સિદ્ધરાજ જયસિંહ
ReplyDeleteજન્મ : અનિશ્ચિત
મૃત્યુ : આશરે ઈ. સ. 1143
જન્મસ્થળ : અણહિલપુર પાટણ
જીવનકાર્ય : ગુર્જર ભૂમિને સત્તા અને પ્રતિષ્ઠાની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું, વિદ્યા અને કળાને ઉત્તેજન, સિદ્ધપુરના રુદ્રમહાલય અને પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ, દાનવીર.
Dear Ashvin,
DeleteCan you please tell us more about what you've commented?
81. number na answer ma sankhya last ma aave am lage 6, jo joyi leva vinanti....
ReplyDelete@MKZinzu,
DeleteHu e maate farithi check kari laish. Thanks for the doubt and comment.
સિદ્ધરાજ જયસિંહ નો જન્મ PATAN MA THAYO CHHE
ReplyDeleteSir English Medium Tet1 nu paper solution muko ne.
ReplyDelete@Anonymous,
DeleteWe don't have such a paper. If you can send us the paper, we can try posting paper solution for the same.
You can send the scanned paper on haresh37@gmail.com
Thanks :-)
paper solution badal tamaro aabhar..
ReplyDelete@Bhavesh,
DeleteThanks :-)
thanx for paper solution...
ReplyDeletea bdha question na answer sacha 6e?
ReplyDelete@Pratik,
DeleteAme puri choksai raakhvano prayatna karyo chhe ane shakya hoy tya samjuti/tark/link muki chhe.
Tamne koi answer ma doubt hoy to tame ahi comment kari shako chho :-)
SIR,I THINK U HAD WRITTEN WRONG SPELLING OF COLOUR IN Q.15
ReplyDelete@Anonymous,
DeleteThanks for pointing it out.
As a matter of fact, 'color' is the American spelling for the British 'colour'. The same holds true for labour and many other similar words.
-- Right answers of English in Tet (1 to 5) --
ReplyDeleteamong, dialogue, bachelor of lows, a letter is being written by raju, message, a few, accept, domestic, committee, plays, have been asked, sugar, sings, nicely, scattered, group, flowers are beautiful.., gone, she had written.., will be open, when have.., correct spellings, too, have gone, thodak divas, (here fault in ses form in paper) teachers speak and students write ,ball, each other, extensive
-Ashok pandya (M.A..English Department ,sau.uni.)
- e mail- ashokpandya44@yahoo.in
Thanks Ashokbhai!
Deletechalani note vala question ma charey option khota 6 paperma ,sacho javab hosangabad devas 6 , check it
ReplyDelete@Ashokbhai,
DeleteI'll check it. Thanks.
Currency notes are printed at the Currency Note Press, Nashik,
DeleteBank Note Press, Dewas,
Bharatiya Note Mudra Nigam (P) Limited presses at Salboni and Mysore and
at the Watermark Paper Manufacturing Mill, Hoshangabad.
chalani note na kya bane 6 tema 4 option khota 6, right answer is hosangabad devaas
ReplyDeletedear hareshbhai amara student rah jove che baki na prashano kyare muko che tet 1 na????????????????
ReplyDelete@Nileshbhai,
DeleteAme baakina questions 2-3 divas ma mukvani try karshu. Jagatprasad Vyasji ni madadthi ame baakinu paper bane tetlu jaldi mukvano prayatna kari rahya chhiye :-)
Dear hareshbhai,
ReplyDeletein this time tet-1 paper examination 3rd ,auguest,confirm or change date. and what the more preparation in this exam? plz. reply me now, i am waiting
Thanks for sharing with us, keep posting, and please do post on TAT-TET Updates also.
ReplyDeleteશ્રેણી પુરી કરો.25112367 ?| (A) 114 મી ક (B) 110(C) 116 (D) 120
ReplyDelete