Jun 3, 2012

Drawing paper solution for TAT for Secondary School teachers taken on 07-05-2012


TAT Drawing subject paper solution 2012

Here is the paper solution for TAT paper for Drawing subject for which the exam was conducted on 07/05/2012. Dhaval Bhavsar had sent us the scanned paper for Drawing subject with probable answers. All the typing and other work has been done by Alpa Tarpara (Facebook profile link)

Again, we are very thankful to both of them, on behalf of all the readers of this blog :-) We expect your continued support :-)






Please remember that some of the answers here might be incorrect. We'll keep working on this post and keep it updated.

Drawing Paper solution of Gujarat TAT 2012 with question paper


1. કોઇપણ ઐતિહાસિક સ્થળની મુલાકાત પુર્વે વિદ્યાર્થીઓની જીજ્ઞાશા વધારવા માટે કયા ઉપાયો કારગત બને છે ?
જ. સ્થળ અંગેના ચિત્રો પોસ્ટરર્સ બતાવીને વાર્તાલાપ ગોઠવીને

2. ચિત્ર સર્જન કરાવતી વખતે બાળકોને કેવા પ્રકારનો માહોલ પુરો પાડશો ?
જ. જે તે વિષય અંગેનો ભાવ વાર્તાલાપથી ઉત્પન્ન કરીને.

3. ચિત્ર દોરવાના પ્રથમ દિવસે વિદ્યાર્થીજોગ વાર્તાલાપ કયો હોઇ શકે ?
જ.બાળકો સમક્ષ ચિત્રનું ડેમંસ્ટ્રેશન કરીને.

4. ચિત્રસર્જન પ્રક્રિયામાં ચિત્ર સંયોજન વિશે બાળકોને ભણાવતી વખતે કેવા પ્રકારની પધ્ધતિ અપનાવશો ?
જ. ચિત્ર સર્જનના અલગ અલગ પાસાંઓની ક્ષણાવટ કરીને.

5. બાળકોને માનવ સર્જિત પદાર્થ ચિત્ર અંગેની સમજ આપવા શું કરશો ?
જ. માનવ સર્જિત અને કુદરતી ઓબ્જેકટ અંગેનો તફાવત સમજાવીને

6.પદાર્થ ચિત્રમાં શેડ એન્ડ લાઇટની સમજ આપવા બાળકો પાસે કેવી એક્ષરસાઇઝ કરાવવી જરૂરી છે ?
જ. એક સરખા માપના ચોરસ માપના ખાનાઓ પેન્સિલથી ઠોસ ભરીને.

7. ક્લાસમાં અમુક બાળકો એક બીજાનાં ચિત્રોની કોપી કરે છે તે આદત રોકવા તમે શું કરશો ?
જ. મૌલિક અભિવ્યક્તિનું મહત્વ સમજવવું.

8. બાળકોને જે પદાર્થ અંગેની સમજ નથી તેવા પદાર્થ દોરવા કેટલી હદે યોગ્ય છે ?
જ. શક્ય હોઇ તો પદાર્થને રૂબરૂ કરવો.

9. બાળકોની સાથો સાથ વાલીઓની કલા પ્રત્યેની રૂચિ વધારવા તમે શું રોલ ભજવશો ?
જ. સ્કુલમાં અથવા જાહેર સ્થળે પ્રદર્શન ગોઠવીને વાલીઓને બોલાવીને બતાવશો.

10. નામાંકિત ચિત્રકારોનો પરિચય જાણવાથી બાળકોમાં કયો મુખ્ય ગુણ વિકસે છે ?
જ. બાળકોનો ભાવજગતનો વિકાસ

11. બાળકોને નવા ચિત્ર સર્જન માધ્યમ અંગેનું જ્ઞાન આપવા તમે કયો પ્રયાસ પ્રથમ પણે કરશો ?
જ. શિક્ષકે જાતે ડેમંસ્ટ્રેશન આપીને.

12. લઘુશૈલી (મીનીયેચર પેઇન્ટીંગ ) વિશે બાળકોને ભણાવતા પહેલાંની શું શું તૈયારી હોઇ શકે ?
જ. દરેક લઘુ ચિત્ર શૈલીની ખાસિયાતો વિશે જણાવીને.

13. ગુફા શિલ્પો અને મંદિર સ્થાપત્યના ફરકને ક્યા સચોટ મુદ્રાથી સમજાવશો ?
જ. બન્ને સ્થાપત્યો કલા કૌશલ્યના દર્શક છે.

14. ચિત્ર રસદર્શન કરવા કયો મહત્વનો ગુણ હોવો જોઇએ ?
જ. ચિત્ર દોરવાના અને તેને મૂલવાના ગુણો હોવા જોઇએ.

15. તમારા શહેરના નામી ઐતિહાસિક સ્થળની જાળવની માટે બાળકોને કેવી પ્રેરણા આપશો ?
જ. જે તે સ્થળનું ઐતિહાસિક મહત્વ સમજાવીને.

16. ગુફા કાળના પેઇન્ટીંગ વિશે સમજાવવા કયા ઉપકરણને મહત્વનું ગણશો ?
જ. દૃશ્ય શ્રાવ્ય

17. વમળ યુક્ત રેખાથી કયો ભાવ પ્રદર્શિત થાય છે ?
જ. મંદગતિ

18. તમારા શહેરી અથવા ગ્રામ્ય માહોલને તમારી સર્જનાત્મકતાથી કેવી મદદ પહોંચાડશો ?
જ. પ્રેરણાત્મક ચિત્રો દોરીને.

19. ભાતચિત્રો બાળકોની કઇ શક્તિ વિકસાવે છે ?
જ. સ્મરણ શક્તિ

20. બાળકોને પ્રસંગોપાત માટીકામ શીખવવાનું થાય તો એવી કઇ સજાકતા અંગે અગાઉથી જાણવશો?
જ. માટીકામ દરમિયાન સૂકાય ન જાય તેની કાળજી અંગે.

21. ચિત્રકલામાં વિવિધ ભાવોની અભિવ્યક્તિનો ખ્યાલ શેના દ્વારા આપી શકાય છે ?
જ. રંગો દ્વારા

22. રંગોમાં પોતાની કઇ શક્તિ હોય છે ?
જ. સ્વતંત્રભાવ

23. વાદળી અને જાંબલી રંગોના મિશ્રણથી બનતા નવા રંગો કેવા રંગો તરીકે ઓળખવામાં આવે છે ?
જ. સ્વતંત્ર રંગો

24. ચિત્રકારોને ચિત્રમાં કયા બે પ્રકારના રંગોનો સમન્વય કરવાની જરૂર પડે છે ?
જ. ગરમ ઠંડા રંગો

25. પીળા રંગનો સજાતિય રંગ કયો છે ?
જ. લીલો અને કેસરી

26. ચિત્રમાં શેનું સુયોજીત સંકલન ગોઠવાય ત્યારે જ ચિત્ર પૂર્ણ થાય છે ?
જ. આકારોનું

27. નીચે આપેલા આકારોમાં ત્રિ-પાર્શ્ર્વ આકાર કોનો હોય શકે ?
જ. મંદિર

28. સૂર્ય પ્રકાશ ન પહોંચી શકે અને પડછયો દેખાય તેને શું કહેવાય છે ?
જ. શેડ (છાયા)

29. નીચે આપેલામાંથી ગ્રાફિકનો એક પ્રકાર કયો છે ?
જ. લાઇટ - શેડ

30. કયા કલાકારનાં ભીંતચિત્રોમાં છાયા પ્રકાશની સમતુલા દેખાઇ આવે છે ?
જ. માઇક્લ એન્જેલો

31. ભાતચિત્રમાં આકારોની રચના કેવી હોવી જોઇએ ?
જ. ચોક્ક્સ સ્વરૂપે

32. પરીકર, ડિવાઇડર, કોણમાપક જેવા સાધનો દ્વારા કયા પ્રકારની ભાતરચના કરી શકાય?
જ. ભૌમિતિક રચના

33. એક કે વધારે આકારોને ચારે તરફ સમગ્ર જગ્યા પર એક સરખું વિભાજન કરી ટ્રેસિંગ પેપર વડે છાપવાથી કયા પ્રકારનું પુનરાંકન થાય છે ?
જ. સર્વ વ્યાપી પુનરાંકન

34. વાવનાં ગોખલા તથા થાંભલા અને બારી શાના કારણે ધ્યાન ખેંચે છે ?
જ. પત્થરના કોતરકામને કારણે

35. કયો રોજો મુસ્લિમોનું પવિત્ર તીર્થધામ પણ કહેવાય છે ?
જ. સરખેજનો રોજો

36. ગુજરાત રાજ્યમાં આવેલ કયા શહેરની મસ્જિદોના મિનારા સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ?
જ. અમદાવાદ

37. વીરસિંહની યાદમાં કયું સ્થાપત્ય બંધાયેલું છે ?
જ. અડલજની વાવ

38. અમદાવાદમાં કયા ભગવાનનું વિશાળ જૈન મંદિર આવેલું છે ?
જ. ધર્મનાથ ભગવાનનું

39. ગુજરાત રાજ્યમાં પ્રવાસીઓને આકર્ષવાનું કેન્દ્ર કયું છે ?
જ. રૂડાબાઇએ બંધાવેલી વાવ

40. કઇ સાલમાં ભારત સરકારે અજંતાની ગુફાઓને રાષ્ટ્રીય કલા સંપતિ જાહેર કરી ?
જ. ઈ.સ. 1957

41. અજંતાના કલાકારોને શેની મર્યાદા હોવા છતાં આજે ઘણાં વર્ષો પછી પણ તૈયાર કરેલા ચિત્રો એવાને એવા તાજાં બનાવ્યા હોય તેવા જોવા મળે છે ?
જ. મર્યાદિત પ્રકાશ-છાયા

42. ભગવાન બુધ્ધના અવશેષો ઉપર રચાયેલી સમાધિને શું કહે છે ?
જ. સ્તૂપ

43. અજંતાના કલાકારોએ લીલા રંગની જરૂરીયાત કેવી રીતે પૂરી કરી હતી ?
જ. ખાસ પ્રકારના પથ્થર વાટીને

44. અજંતાના ગુફાચિત્રમાં આંખના નીચે ઢળેલાં પોપચાં, અંતરમાં રહેલી વિશ્ર્વકરૂણા અને ગુઢ શાંતિનું દર્શન કયા ચિત્રમાં જોવા મળે છે ?
જ. બોધિસત્વ પદ્મપાણિનાં

45. ગુફાચિત્રમાં 17 અનુસાર મહાભિનિષ્ક્રમણ પછી બુધ્ધ ભગવાન બોધ આપવા પોતાની કઇ નગરીમાં પધારે છે ?
જ. અયોધ્યામાં

46. ઈન્દ્ર, અગ્નિ, વરૂણ, વાયુ અને સૂર્યને દેવો ગણી તેમની મૂર્તિઓની કયાં પ્રતિષ્ઠા કરેલી છે ?
જ. એલિફ્ન્ટાની ગુફામાં નં. 8.6.9.

47. ઇલોરામાં પહાડની ઉપરથી કોતરીને નિર્માણ કરેલું કોનું મંદિર ભવ્ય છે ?
જ. કૈલાશ મંદિર

48. કલાકાર એ માનવ મનમાં ઊઠતા ભાવ તરંગોનો શું છે ?
જ. વાહક

49. કેવા કલાકારો માનવ મન ઉપર પ્રભુત્વ જમાવી શકે છે ?
જ. સંવેદનશીલ

50. શાંતિનિકેતન માંથી ઉજ્જ્વળ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર અગ્રેસર કલાકાર કોણ હતા ?
જ. ગુરૂદેવ ટાગોર

51. શ્રી ટાગોરની ગીત પુસ્તિકાને સચિત્ર કરવાનો યશ કોને પ્રપ્ત થયો હતો ?
જ. શ્રી નંદલાલ બોઝ

52. શરૂઆત પશ્ર્વિમી કલા પધ્ધતિથી કરી અને બંગાળની કઇ કળામાંથી પ્રેરણા લઇ શ્રી જેમિની રોયે ચિત્રો સર્જયા?
જ. ઉત્સવ કલા

53. ઈ.સ. 1921 માં શ્રી જેમિની રોયે કઇ કલાનો વિકાસ કર્યો ?
જ. પાશ્ર્વાત્ય કલા

54. રંગો અને ચિત્રોમાં નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરનાર કલાકાર કોણ છે ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

55. 30 મી જાન્યુઆરી 1913 ના રોજ કયા કલાકારનો જન્મ દિવસ છે ?
જ. શ્રી બંસીલાલ વર્મા

56. લંડનની ખ્યાતનામ સ્લેડ સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કરનાર કલાકાર કોણ છે ?
જ. શ્રી જગન્નાથ અહિવાસી

57. વ્યંગચિત્ર માટે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કલાકાર કોણ હતા ?
જ. શ્રી બંસીલાલ વર્મા

58. સિંદુર, માટી અને રંગીન પથ્થરમાંથી રંગો બનાવનાર નૈસર્ગિક ચિત્રકાર કોણ છે ?
જ. અજંતાના કલાકાર

59. આસામના આદિવાસીઓ વચ્ચે ફરી ચિત્રોમાં અભિનવ વિષયોની ખોજ માટે ઝઝૂમનાર કયા કલાકાર છે ?
જ. કુ. અમ્રુતા શેરગીલ

60. શ્રી શ્યાવક્ષ ચાવડાએ કઇ સાલમાં ન્યુયોર્કમાં વનમેન શો કર્યો ?
જ. ઈ.સ. 1961

61. ન્રુત્યકાર પોતાના ન્રુત્યનું સર્જન અંગભૂત દ્વારા કરે છે, તો ચિત્રકાર ચિત્રનું સર્જન શાના વડે કરે છે ?
જ. રેખા વડે

62. નીચે આપેલા ઉદાહરણમાંથી કયું ઉદાહરણ ઊભી રેખાનું નથી ?
જ. તૂટી પડેલો મિનારો

63. કાપેલું પડેલું તાડનું વ્રુક્ષ કઇ રેખાનું ઉદાહરણ છે ?
જ. આડી રેખાનું

64. નીચેના પૈકી કયું ઉદાહરણ ત્રાંસી રેખાનું નથી ?
જ. જમીન પર ચાલતો સાપ

65. કોમળ નારી દેહની અંગભંગી દર્શાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. વમળ યુક્ત રેખાનો

66. કઇ રેખા મંદગતિનું સૂચન કરે છે ?
જ. વમળ યુક્ત રેખા

67. કઇ રેખા વડે હોનારતનું આલેખન કરી શકાય છે ?
જ. ગુણક રેખા વડે

68. ઇલેકટ્રીક કતરમશીન વડે લોખંડનો સળિયો કાપતા તેમાંથી ઊડતાં તણખલા કઇ રેખા વડે આલેખી શકાય ?
જ. તૂટક રેખા વડે

69. ચોમાસાની ઋતુમાં વરસતો વરસાદ દર્શાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. તૂટક રેખાનો

70. માનવ કે પશુની તાકાત બતાવવા કઇ રેખાનો ઉપયોગ થાય છે?
જ. જાડી રેખાનો

71. નીચેના પૈકી કયો રંગ મૂળરંગ છે ?
જ. લાલ

72. નીચેના પૈકી કયો રંગ પ્રથમ શ્રેણીનો રંગ નથી ?
જ. કેસરી રંગ

73. લીલો રંગ બનાવવા વાદળી રંગ સાથે બીજો કયો રંગ મિશ્રણીત કરવો પડે ?
જ. પીળો રંગ

74. નીચેના પૈકી કયા બે રંગ સજાતિય રંગો છે ?
જ. પીળો અને કેસરી

75. નીચેના પૈકી આછો પીળો રંગ શું દર્શાવતું નથી ?
જ. શક્તિવર્ધક

76. કયો રંગ ચિંતન અને શ્રધ્ધા બતાવે છે ?
જ. કેસરી રંગ

77. નીચેનામાંથી લીલો રંગ શું નથી દર્શાવતું ?
જ. ત્યાગ

78. કેસરી અને લીલો રંગોના મિશ્રણથી કયો રંગ બને છે ?
જ. ચટણી

79.મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ કયા પડતું હતું ?
જ. સૂર્ય દેવની પ્રતિમાનાં મુંગટમાં રહેલા હિરા પર

80. સૂર્યમંદિર ગુજરાતના કયા યુગના સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે ?
જ. સોલંકી યુગનો

81. મુસ્લિમ સંત શિરોમણી શેખ મહમદ ખટ્ટુ ગંજવક્ષ અમદાવાદમાં કોના ગુરૂ હતા ?
જ. શહેનશાહ અહમદશાહના

82. સરખેજના રોજામાં કેટલીક જાળીઓ શામાંથી બનાવેલી છે ?
જ. પિત્તળમાંથી

83. ગુજરાતમાં કઇ નદીના કિનારે સિધ્ધપુરનો રૂદ્રમહાલય આવેલો છે ?
જ. સરસ્વતી નદી

84. રૂદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટની કિનારો ઉપર શાના પ્રસંગોના સુંદર ભાવવાહી દૃશ્યો કંડારવામાં આવ્યા હતા ?
જ. રામાયણ અને મહાભારતના

85. કીર્તિ તોરણમાં શિલ્પો શામાં થયા છે ?
જ. મારબલામાં

86. ગુજરાતનું કયું સ્થાપત્ય માઉન્ટ આબુમાં આવેલા દેલવાડાનાં જૈન મંદિરોની સામ્યતા ધરાવે છે ?
જ. વડનગરનું કીર્તિ તોરણ

87. કયા અંગ્રેજ અમલદારે અજંતાની ગુફાઓ શોધી હતી ?
જ. જેમ્સ ફર્ગ્યુસને

88. અજંતાની ગુફાઓના મંદિરોમાં ચિત્રોનું આલેખન કયા ધર્મની જાતક કથાઓ તથા ભગવાન બુધ્ધના જીવન પ્રસંગોને કેન્દ્રમાં રાખીને કરેલા છે ?
જ. બૌધ્ધ ધર્મની

89. અજંતાના ભીંતચિત્રો કઇ પધ્ધતિના થયા છે?
જ. ફેસ્કો પધ્ધતિના

90. અજંતાની ગુફાના કયા ચિત્રમાં ભગવાન બુધ્ધને પ્રમાણમાં મોટા અને ભવ્ય આલેખી તેમની દિવ્ય મહાનતા પ્રગટ કરવામાં આવી છે ?
જ. બુધ્ધ અને યશોધરા- રાહુલના

91. કઇ ગુફાઓ ધારાપુરીની ગુફાઓ તરીકે પણ ઓળખાય છે ?
જ. દુમરલેણની

92. કોના સમયમાં વ્યક્તિ ચિત્રો, પશુપંખીઓના ચિત્રો વિશેષ થયા છે ?
જ. જહાંગીરના

93. શાહજહાંએ કયા સ્થાપત્યનું અત્યંત સુંદર મનમોહન સ્થાપત્યનું નિર્માણ કર્યુ હતું ?
જ. તાજમહેલનું

94.ભરતના નકશા સાથે આલેખાયેલું ભારત માતાનું ચિત્ર કયા કલાકારે આલેખ્યું છે ?
જ. શ્રી રાજા રવિ વર્માએ

95. “ગીતાંજલી મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મેળવી દેશને ગૌરવ આપનાર મહાન કવિવર અને ચિત્રકાર કોણ હતાં ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

96. શકુંતલા જન્મ શકુંતલા પત્ર લેખન પુરૂરવા અને ઉર્વશીનું ચિત્ર કયા કલાકારનું છે ?
જ. શ્રી એન. એસ. બેન્દ્રેનું

97. કયા કલાકારે પોતાની જીવન કથામાં લખ્યું છે . “મારા જીવનનું પ્રભાત મધુર ગીતોથી શરૂ થયું હતું. હવે ભલે મારા જીવનની સંધ્યા રંગોથી સભર રહે ?
જ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર

98. કયા કલાકારના ચિત્રોનો મુખ્ય વિષય . “દોડતા ઘોડા રહ્યો છે ?
જ. શ્રી એમ. એફ. હુસેન

99. નીચેના પૈકી કયું ચિત્ર શ્રી હકુભાઇ શાહનું નથી ?
જ. મ્યુઝિક

100. કયા કલાકારની ધર્મપત્ની ચિત્રાબેન ચિત્ર સર્જનની પ્રક્રિયા માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડી તેમને કાર્યશીલ રાખે છે ?
જ. શ્રી પીરજી સાગરાની

Note: Please don't copy this TAT 2012 Drawing subject paper solution without permission.

4 comments:

  1. Thanks a lot....Haresh bhai and also thanks Alpa Tarpara and Pls chk for me when will TAT result declare..which held on 07/05/2012

    ReplyDelete
    Replies
    1. Dear Dhaval,

      We'll try notifying regarding the same on the Facebook page.

      Delete
  2. We are very Thankful to you ... Hareshbhai and Alpa Tarpara for put this Drawing subject's Answer and great Helpful Job...
    Always GOD blessing on you and make your future Brighter & also our blessing with you.... Dear Hareshbhai

    ReplyDelete
    Replies
    1. Dear Dhaval,

      Thanks for the nice words :-) We're thankful to you too :-)

      Delete