Feb 13, 2012

GPSC Dy Mamlatdar/Section Officers exam 2011 solution/GPSC class-3 2011 answer key

GPSC Dy Mamlatdar / Section Offices Exam paper solution 2011

The following is the GPSC solved paper 2011 for GPSC for Deputy Mamlatdar / Section Officer (SO) in the year 2011.


(૧) ખાદ્ય સુરક્ષા બિલ ૨૦૧૧ સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? 

(૨) તાતા ગ્રુપના નવા વડા કોણ બન્યા છે?

(૩) માહે ઓગસ્ટ ૨૦૧૧ માં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરાઈ છે?

(૪) શ્રીમતી એની બેસંટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા?

(૫) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ?

(૬) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા  મહિલા એટલે 

(૭) ઠુંમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે 

(૮) નીચે દર્શાવેલી પુત્રી- પિતાની જોડીમાં એક સાચી નથી તે કઈ? 

(૯) ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ?

(૧૦) ભારતની  હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય  ન્યાયાધીશ કોણ?

(૧૧) નીચેના આંકડાઓ માં ?  ખાલી જગ્યામાં શું આવે?
        (1) 729          (2) 343
        (3) 125          (4)   ?  
        (5) 1

Ans. 27 (tark: 93 = 27, 73 = 343, 53 = 125, 33 = 27, 13 = 1)

(૧૨) જો   = , =  અને   =   હોય તો   = શું થાય?

Ans. (તર્ક:પહેલી  આકૃતિ માં જેટલી રેખાઓ  હોય એટલી  રેખાઓ અને  ખુણાઓ વાળી  બંધ આકૃતિ )

(૧૩) જો ICE ની  કિંમત  ૧૭  હોય  અને  BAG ની કિંમત ૧૦ હોય તો  DOG ની કિંમત કેટલી થાય?  
Ans. 26 (તર્ક : A=1, B=2, C=3, D=4, E=5, F=6, G=7, ..., O=15, ..., Z=26)

(૧૪) જો બે અંકોની એક સંખ્યા ના અંકોના સ્થાન ની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા નવ (૯) વધુ છે , તો મૂળ સંખ્યા ક્યાં વિકલ્પ માં આવેલી છે?
Ans. બાકીના ત્રણે જવાબ સાચા નથી  (તર્ક : મૂળ સંખ્યા ૪૫ હોવી જોઈએ . ટ્રાયલ  અને અરર  થી તમે કરી શકો કે જે બાકીના બધા ઓપ્શન ખોટા છે.)

(૧૫) એક રંગીન કાચિંડો ૩૦ મિનીટ માં ૫૦ સેન્ટી મીટર ઉંચે ચડી તરતજ ૧૦ સેન્ટી મીટર   નીચે  આવે છે તો ૨૦૦ સેન્ટી મીટર ઉંચી દીવાલ ચડતા  તેને કેટલો સમય થશે?
Ans. 2  કલાક અને 24   મિનીટ 

(૧૬) નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે?
Ans. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 

(૧૭) દશાવતાર માં જે ક્રમમાં રામ, કૃસના અને બુદ્ધ આવે છે તે રીતે બીજી જોડી નીચેના માંથી કૈઈ  ગણાય?
Ans. મત્સ્ય, કચ્છપ અને વરાહ. 

(૧૮) જો ABC ની કિંમત ૬  હોય તથા B ની કિંમત ૨ હોય તેમજ MNO ની કિંમત ૩૬ હોય જેમાં M ની કિંમત ૧૧ હોય તથા WXY ની કિંમત ૬૩ હોય જેમાં Y ની કિંમત 23 હોય તો  BOY ની કિંમત કેટલી થાય?
Ans. 38

(૧૯) એક વિદ્યાર્થી ગુણાકાર માં એક સંખ્યા ને ૨૭ ને બદલે ૭૨ થી ગુણાકાર કરે તો સાચા ઉત્તર માં ૨૩૧૭૫ જેટલો વધારો થાય છે તો તે સંખ્યા કઈ ?
Ans. 515

(૨૦) ભારતીય રીઝર્વ ર્બેક ના હાલના ગવર્નરનો કાર્યકાળ તાજેતરમાં ૨  વર્ષ નો વધારવામાં આવ્યો છે, તેમનું નામ શું?

(૨૧) ઓગસ્ટ ૨૦૧૧ માં પરીક્ષણ કરાયેલ 'બ્રહ્મોસ ' મિસાઈલ સંબંધે નીચેના પૈકી  કઈ બાબત સાચી છે?

(૨૨) બેન્કિંગ ક્ષેત્રે સુધારા માટે છેલ્લે રચવામાં આવેલી સમિતિ ક્યાં નામથી ઓળખાય છે?

(૨૩) ગુજરાતી ભાષાના ક્યાં સાહિત્યકારને બાળસાહિત્ય પુરસ્કાર ૨૦૧૧ આપવામાં આવ્યો છે ?

(૨૪) સને ૨૦૧૧ દરમ્યાન બે નવા સેટે લાઈટ ઉપગ્રહો ઈસરો દ્વારા છોડવામાં આવ્યા તે ક્યાં ?

(૨૫) પૂર્વ એશિયા શિખર પરિષદ ૨૦૧૧ ક્યાં દેશમાં યોજાઈ હતી?

(૨૬)  નીચે ના પૈકી વિશ્વ નું કયું વિકાસશીલ રાષ્ટ્ર સને ૨૦૧૦ માં સૌથી વધુ શસ્ત્રો  ખરીદનાર બન્યું ?
Ans.

(૨૭) અમેરિકન મેગેજીન  ફોર્બસ ની ઓગસ્ટ ૨૦૧૧ ની યાદી મુજબ સહુથી નાની વયની શક્તિશાળી મહિ કોણ?

(૨૮) સને ૨૦૧૧ માં વિશ્વનો ૧૯૩ મો દેશ બન્યો તેનું નામ - 

(૨૯) સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની મહાસભા  ( UNO ની General Assembly) ના ૬૬ માં સત્ર ના અધ્યક્ષ એટલે 

(૩૦) વિશ્વ એથ્લેટીક  ચેમ્પિયનશીપનું સને ૨૦૧૧ નું આયોજન ક્યાં થયેલું?

(૩૧) પનામાં દેશના ધ્વજવાળું માલવાહક જહાજ ( cargo ship ) કે જે ઇન્ડોનેશિયા થી ભારત આવતા માહે ઓગસ્ટ ૨૦૧૧ માં દરિયામાં ડૂબી ગયું હતું તે ભારત ના ક્યાં બંદરે આવવા નીકળ્યું હતું ?

(૩૨) સને ૨૦૧૧ માં અવસાન પામેલા નીચેના મહાનુભાવ પૈકી કોનું નામ સંગીતકાર કે ગાયક તરીકે જોડાયેલું ના ગણાય?

(૩3) જાપાનમાં કુદરતી પ્રકોપ સ્વરૂપે આવેલા સુનામી-ભૂકંપ ની તીવ્રતા કેટલી હતી?
Ans. 8.9 રીક્ટર સ્કેલ 

(૩૪ ) ભારતીય ચુંટણી કમિશને તાજેતરમાં જાહેર કરેલી વિધાનસભા ચુંટણીઓ માહે જાન્યુઆરી  ૨૦૧૨ માં ક્યાં રાજ્યોમાં યોજાશે?
Ans. પંજાબ, ઉત્તરાખંડ,મણીપુર  

(૩૫ ) નીચેનામાંથી ક્યાં સાધનની માહિતી સંગ્રહ ઘનતા ( storage density ) સહુથી વધારે છે?

(૩૬ )' નિશાન્ત'  એ નીચેના માંથી શું છે ?

(૩૭ ) સોનું, પ્લેટીનમ, લોખંડ અને ટંગસ્ટન  એ ધાતુઓ માં સૌથી સખત ધાતુ કઈ છે?
Ans. ટંગસ્ટન   

(૩૮ ) રેડીઓ એક્ટીવીટી  નો પ્રમાણિત એકમ કયો છે?
Ans. ક્યુરી 

(૩૯ ) પરમાણુ રીએક્ટરમાં હેવી વોટર નું કાર્ય શું છે?
Ans. ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું 

(૪0) પિયુષ ( પીચ્યુટરી ) ગ્રંથી નો વધારે પડતો અંત:સ્ત્રાવ 
Ans. બાળકની ઉંચાઈ ખુબ વધારે છે. 

(૪૧ ) મિટીરીઓલોજી  શાસ્ત્ર એ 

(૪૨ )' કાર્તેજીય ડ્રાઈવર' ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે ? 
Ans. તરતા પદાર્થનો સિદ્ધાંત 

(૪૩ ) ચુંટણીપંચ નો ઉલ્લેખ  ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદ માં કરવામાં આવેલો છે?
Ans. 324

(૪૪) લોકસભાની મુદતના ૫ વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે?
Ans. નવા ચૂંટાયેલા સભ્યોની સંસદ ની બેઠક નો પ્રથમ  દિવસ 

(૪૫ ) ભારતની સંચિત નિધિ માંથી નિધિ ઉપાડવા માટે કોની મંજુરી ફરજીયાત છે?
Ans. ભારતની સંસદ 

(૪૬ ) ભારતના બંધારણના શોષણ સામેના હક્કમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી?

(૪૭ ) બંધારણીય કટોકટી એટલે 

(૪૮ ) નઝીરી અદાલત એટલે   
Ans. વિવિધ કોર્ટો ના ચુકાદા,કાયદાના અર્થઘટનો તથા સ્વીકારાયેલ પ્રણાલીઓના દસ્તાવેજોને સર્વોચ્ચ  અદાલત દ્વારા સુરક્ષિત રાખવા.

(૪૯ ) રાજ્યસભાના ૧/૩ સભ્યો
Ans. દર ૨ વર્ષે નિવૃત થાય છે. 

(૫0) ગુજરાતમાં સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે?
Ans. કપરાડા; તાલુકો વલસાડ 

(૫૧ ) ગુજરાતના ભૌગોલિક  વિસ્તારનું કદ 
Ans.આશરે (૨) બે લાખ ચોરસ કિલોમીટર છે. 

(૫૨ ) નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?
Ans. બિંદુ સરોવર-સિદ્ધપુર-  મહેસાણા જીલ્લો 

(૫૩ ) ગુજરાતની નદીઓ અંગે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે?

(૫૪ ) ગુજરાત માં કુદરતી ખનીજ સંપતિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC) ક્યાં જીલ્લા માં કાર્યરત નથી?
Ans. અમરેલી 

(૫૫ ) ગુજરાતનો કયો ભાગ 'બેસાલ્ટ અગ્નિકૃત'  ખડકનો બનેલો છે?
Ans. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ 

(૫૬ ) ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે?
Ans. છુછાપુરા : જીલ્લો વડોદરા 

(૫૭ ) કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનીવર્સીટી ક્યાં આવેલી છે?
Ans. આણંદ 

(૫૮ ) આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજુ થતો ખેતી વિષયક કાર્યક્રમ ક્યાં નામે ઓળખાય છે?
Ans. ઓપ્શન માંથી એકપણ  જવાબ નથી. 

(૫૯ ) દુધાળા જાનવરોમાં ક્યાં પ્રકારના રોગને લીધે ખેડૂતો ને દૂધ ઉત્પાદન ઓછુ મળે છે?
Ans. મસ્ટાઇસ   

(૬0) ગુજરાતની ખેતપેદાશો ને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી ક્યાં જોડકાની માહિતી અસત્ય છે?
Ans. ઘઉં - ખડખડિયો પર્ણ ઉપર સફેદ રંગના અથવા પીળા રંગના ટપકા થાય છે.

(૬૧ ) સન્દ્રિય ખાતર બનાવવા માટેનું સર્વ સામાન્ય માપ કયું ગણાય?
         લંબાઈ આશરે   પહોળાઈ આશરે       ઊંડાઈ આશરે 
Ans. ૪ થી ૫ મીટર    ૧.૫ થી ૧.૮ મીટર    ૧.૦૦ થી ૧.૮ મીટર 

(૬૨ ) ધંધાના બંધારણની દ્રષ્ટીએ અમુલ ડેરી  શું ગણાય? 
Ans. સહકારી ફેડરેશન 

(૬૩ ) દેશની સોડાએશ ની કુલ જરૂરિયાતના  કેટલા ટકા ઉત્પાદન ગુજરાત માં થાય છે?
Ans. ૯૫%

(૬૪ ) સોલાર ઉર્જા ( Solar energy  ) માટે ગુજરાતે કેટલા મેગાવોટ્સ એલોટ કાર્ય છે?
Ans. ૭૧૬ મેગાવોટ્સ 

(૬૫ ) નીચે દર્શાવેલ ગુજરાતી સાહિત્ય સર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી?
Ans. ભક્ત કવિ નરસિંહ મહેતા - જુનાગઢ 

(૬૬ ) ખોડીદાસ પરમાર એ કઈ કલાના સાધક છે?

(૬૭  ) નર્મદા સ્તુતિ "નમામી દેવી નર્મદે  ...."  સાથે નીચેની કઈ કડી જોડાયેલી છે?

(68  )  ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી નથી?

(69  ) ગુજરાતના ધાર્મિક સ્થળો અંગેની નીચેની એક જોડ ખોટી છે 
Ans. ઉનાવા- જીલ્લો પાટણ  મીરાં દાતાર ની દરગાહ 

(70    ) "ભારતીય  સંસ્કૃતિ મંદિર" (ઇન્ડોલોજી ) સંબંધમાં નીચેની કઈ બાબત સાચી છે?

( 71  ) ગુજરાતના  સમાજ સુધારકોની પ્રવૃતિઓમાં  નીચેના પૈકી એક જોડકું સાચું નથી.
Ans. 

(72  ) સોમનાથ જયોતિર્લિંગ સંબંધમાં કઈ માહિતી ખોટી છે?
Ans. 1950 સોમનાથ મંદિર નિર્માણ અર્થે વાળાપ્રધાન જવાહરલાલ નેહરુ એ શિલાન્યાસ કરેલો. 

( ૭૩  ) ક્રિકેટની વિશ્વ કપ ફાઈનલની મેચ માં ઓસ્ટ્રેલીયા  ના પાંચ ખેલાડી સમાન રીતે આઉટ થયા હતા, કઈ રીતે?
Ans. રન આઉટ 

(૭૪) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું?
Ans. કોનેરુ હમ્પી 

(૭૫) ભારતના ક્યાં રાજ્યમાં દર વર્ષે ગ્રામિણ ઓલમ્પિક યોજાય છે?
Ans. પંજાબ 

(૭૬) દ્રોણાચાર્ય અવોર્ડ,રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ અને અર્જુન અવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી કોણ?
Ans. ગોપીચંદ 

(૭૭) ભારતને કઈ રમતમાં વધુ ઓલમ્પિક ચંદ્રકો મળ્યા છે?
Ans. હોકી 

(૭૮) ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા (૧૯૦૮) શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાની સ્થાપના છોટુ ભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણા થી કરી?
Ans. અરવિંદ ઘોષ 

(૭૯) રૂપેશ શાહ નું નામ કઈ રમત સાથે જોડાયેલું છે?
Ans. બિલિયર્ડ અને સ્નૂકર 

(૮૦) નીચેના માંથી કયો વિકલ્પ 'સખી મંડળ યોજના' સાથે સહુથી વધુ સંબંધ ધરાવે છે?
Ans. ગ્રામીણ ગરીબ મહિલા આર્થિક વિકાસ 

(૮૧) ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહાનુભાવ એટલે
Ans. કે.ટી. શાહ 

(૮૨) નીચેના પૈકી ક્યાં ગુજરાતી મહાનુભવ સક્રિય રાજકારણમાં ન હતા?
Ans. કિશોરલાલ મશરૂવાળા 

(૮૩)  રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા  'ગુજરાત રાજકીય પરિષદ ' (ગુજરાત સભા ) ની સ્થાપના ક્યારે અને ક્યાં થઇ?
Ans. સને 1884 અમદાવાદ 

(૮૪) તોલ -માપના ત્રાજવા- કાંટા માટે કયું ગામ જાણીતું છે?
Ans. સાવરકુંડલા 

(૮૫) મુક્ત વ્યાપાર  ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે 
Ans. કંડલા 

(૮૬) " દેખ બિચારી બકરી કેરો કોઈ ન પકડે  કાન, 
           એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું  હિન્દુસ્તાન"

         - અંગ્રજ શાસન થી  અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી  આ પંક્તિઓ ક્યાં કવિ ની છે?
Ans. દલપતરામ 

(૮૭) પંચાયતી રાજની ચડતી,પડતી અને સ્થગિતતા સંદર્ભે નીચે પૈકી નો કયો જવાબ સાચો છે?
Ans. 1952-64 ચડતી,1965-૬૯ પડતી અને  1969-77 સ્થગિતતા 

(૮૮) પંચાયતીરાજ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન માન્ય રખવા પાત્ર નથી?
Ans. ૭૨ માં  બંધારણીય  સુધારા વિધેયકથી પંચાયતીરાજ ને મજબુત કરવા વ્યવસ્થિત પ્રયાસો કરાયા. 

(૮૯) ૭૩મા  પંચાયતીરાજ બંધારણીય  સુધારણા સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી?
Ans. પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા અને માર્ગદર્શન આપવા દરેક જીલ્લામાં સ્વતંત્ર  ચૂંટણીપંચ ની રચના કરવી.

(૯૦) પંચાયત માટે નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
Ans. ગ્રામ્ય વિસ્તાર માટેની સંસ્થા 

(૯૧) બંધારણ નો ૭૩મો સુધારો  અધિનિયમ ૧૯૯૨, જેનું લક્ષ્ય  દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓ ને પ્રોત્સાહિત સુધારો કરવાનું છે, જે નીચેના માંથી કઈ વ્યવસ્થા કરે છે?

Ans. ૨ અને ૩ ( ૨. રાજ્ય  ચૂંટણીપંચ દ્વારા તમામ પંચાયતોની ચૂંટણી કરવી  ૩. રાજ્ય નાણાંપંચની સ્થાપના કરવી)  

(૯૨) ભારતમાં 'ત્રિસ્તરીય પંચાયતીરાજ પદ્ધતિ' અપનાવનાર  સર્વ પ્રથમ રાજ્ય કયું?
Ans. આંધ્રપ્રદેશ 

(૯૩) ગુજરાતના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં કઈ બાબત કેન્દ્ર સ્થાને હતી?
Ans.

(૯૪) ગુજરાત નું પ્રથમ પ્રધાનમંડળ ક્યાં સ્થળે રચવામાં આવ્યું હતું?
Ans. સાબરમતી આશ્રમ 

(૯૫) મહારાષ્ટ્રથી અલગ થયા પછી  ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી?
Ans. સિવિલ હોસ્પિટલ અમદાવાદ 

(૯૬) ઈ.સ. 1956  ના વર્ષનું ગુજરાત સંદર્ભે મહત્વ ક્યાં કરને ગણાય ?
Ans. આ વર્ષે મહા ગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી.

(૯૭) મુંબઈ,મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક  કોણ હતા?
Ans. મોરારજી દેસાઈ 

(૯૮)  1956 બીજી ઓક્ટોબરે  ઇન્દુલાલ યાજ્ઞિકની સભાની  સમાંતર કોની સભા ચાલી રહી હતી ?
Ans. જવાહરલાલ નેહરુ 

(૯૯) મહાગુજરાત ચળવળ માટે નીચેના માંથી શું સાચું નથી?
Ans. મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઈ બન્યા.

(૧૦૦) ભારતની સહુથી લાંબી રેલ્વે માર્ગ ધરાવતી ટ્રેઈન કે જે તારીખ 19-11-2011થી શરુ થઇ તે નીચેના
          પૈકી ક્યાં બે શહેરોને જોડે છે?
Ans. દિબ્રુગઢ ( આસામ)  થી કન્યાકુમારી 

Please don't copy any of the paper solutions from our blog and inform us if you found any.

No comments:

Post a Comment