Gujarat State Education Counseling Services (GSECS) had released an advertisement before a few weeks on their website www.gsecs.org (mirror site: www.gsecs1.org) for recruitment for different posts. The website is apparently 'under construction' as of now. Hence, we are putting up the details as they appeared on their website till a few days back. It raises a lot of questions that need to be answered.
ગુજરાત સ્ટેટ એજ્યુકેશન કાઉન્સેલિંગ સર્વિસીઝ એ થોડા અઠવાડિયા પહેલા www.gsecs.org વેબસાઈટ પર અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી ની જાહેરાત મૂકી હતી. અત્યારે એ વેબસાઈટ અને એની મિરર વેબસાઈટ www.gsecs1.org બંને 'under construction' બતાવે છે. અમે એ વેબસાઈટ પરની આ જાહેરાત અને એ સમયે આ જાહેરાત ને લગતી એ વેબસાઈટ પર મુકાયેલી વિગતો આ પોસ્ટ માં મૂકી છે. આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન દ્વારા કુલ ૯૫૨૬ વિદ્યા સહયોગી / શિક્ષા સહયોગી / કમ્પ્યુટર યોગી / ફીલ્ડ ઓફિસર / શિક્ષા સર્વેયર / પર્યવેશક ની ભરતીને લઈને ઘણા પ્રશ્નો ઉઠે છે.
As you can see, they asked candidates to apply for direct recruitment. And they claim to run the whole recruitment process with the help of 'Central Government of India'. They have mentioned that they would select candidates 'directly' based on interviews.
તમે ઉપરની જાહેરાતમાં જોઈ શકો છો એમ 'આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ શિક્ષા અભિયાન' ના ટાઈટલ હેઠળ તેઓએ 'કાયમી રોજગાર' માટે સીધી ભરતી માટે ઉમેદવારો પાસે થી અરજીઓ મગાવી હતી. અને જણાવ્યું છે કે ઉમેદવારની પસંદગી મેરીટ ને આધારે ઈન્ટરવ્યું લઇને 'સીધી ભરતી' કરશે.
Interestingly, the website later mentions that a competitive exam will compulsorily be conducted (apparently) during the interview (રસપ્રદ બાબત એ છે કે એ જ વેબસાઈટ પ્રમાણે, તમે ઉપર વાચી શકો છો એમ, ઈન્ટરવ્યુંમાં સ્પર્ધાત્મક પરીક્ષા ફરજીયાત લેવામાં આવશે.
વેબસાઈટ પર શિક્ષા સર્વેયર, સુપરવાઈઝર, વિદ્યા સહયોગી, શિક્ષા સહયોગી, કોમ્પ્યુટર શિક્ષક, આસિ. ફિલ્ડ ઓફીસર અને ફિલ્ડ ઓફીસર થઈને કુલ સાત (7) અલગ અલગ પોસ્ટ ની જગ્યા ખાલી છે એમ બતાવે છે, જ્યારે અગાઉ કુલ છ (6) પોસ્ટ જ હતી (આસિ. ફિલ્ડ ઓફીસર સિવાય).
આ ઉપરાંત, એ જોઇને અચરજ થાય છે કે કોમ્પ્યુટર શિક્ષક ની પોસ્ટ માટે B. C. A. અને P. G. D. C. A. સિવાય B. B. A. ઉમેદવારોને પણ અરજી કરવા માટે જણાવાયું છે. B. B. A. ના અભ્યાસક્રમમાં સામાન્યત: કોમ્પ્યુટર ના કુલ મળીને 3-4 થી વધુ વિષય હોતા નથી. તો પછી જે લોકો કમ્પ્યુટર નહિ પણ Business Administration કે મેનેજમેન્ટ જેવા વિષય માં સ્નાતક છે એ લોકોને કમ્પ્યુટર શિક્ષક તરીકે શા માટે માન્ય ગણે છે?
આ ઉપરાંત તમે જોઈ શકો છો કે વેબસાઈટ પર જોડણી અને punctuationsની અનેક ભૂલો જોવા મળી હતી (દા.ત. 1:1 માઈનસ પદ્ધતિ લાઘું રહેશે)
GSECS ની બંને વેબસાઈટ પણ એ સમયે ખુબ જ ધીમી ચાલતી હતી. અને એ કારણે અરજી મોકલવાની તારીખ લંબાવાઈ હતી. આ સમયે (અને હજી પણ) ઘણી સૂચનાઓ એકદમ ક્લીયર ન હતી. જે ઉમેદવારોએ નિયત સમયમાં ફોર્મ ભરી દીધા હતા પણ પ્રિન્ટઆઉટ લઇ શક્ય નહોતા એ બધા ઉમેદવારોને એક કોમન ફોર્મ ભરવા માટે જણાવાયું હતું.
આ ફોર્મ માં સૌથી ઉપર confirmation નંબર લખવા માટે જગ્યા હતી, પણ 'Confirmation' ની જોડણી પણ ખોટી હતી.
આ બધી બાબતો પરથી આ જાહેરાત અને ભરતી ને લઈને અનેક શંકાઓ ઉપજે છે. અત્યારે તો વેબસાઈટ પર કાઈ જોઈ શકાતું નથી.
ઉપરની બંને ઈમેજ ફાઈલ્સ gsecs.org વેબસાઈટ પરથી જ લેવામાં આવી હતી. એ પ્રમાણે પગાર ધોરણ વિષે તેમ જ જીલ્લા વાઈઝ જગ્યાઓ નું લીસ્ટ વગેરે માહિતી વેબસાઈટ પર મુકાઈ જવી જોઈતી હતી.Let's see what happens. Please comment your views on this and any information about the same.
હવે તો શું થશે એ માટે રાહ જોવી રહી. તમારા આ બધી બાબતો પરના મંતવ્યો તમે કોમેન્ટ્સ દ્વારા જણાવી શકો છો. આ ઉપર કોઈ માહિતી મળે તો પણ કોમેન્ટ કરી શકો છો.
Update on 31/12/2012: A PDF containing detailed information including the roles and responsibilities of each of the posts is posted at this link GSECS website: http://www.gsecs.org/merged_document.pdf
Update on 17/03/2013: As we had predicted, the recruitment was indeed a fraud. You can read article on the same on Sandesh newspaper website at http://epaper.sandesh.com/c/791578